સાગર સંઘાણી
ડ્રગ્સના નશાનો કાળો કારોબાર એ માત્ર કોઈ વ્યક્તિ નહિ પરંતુ એક સમગ્ર પરિવારને વેર વિખેર કરી નાખે છે જયારે અમુક પૈસાના લાલચુ આવારા તત્વો મહેનત કર્યા વગર વધારે પૈસા કમાવવા માટે આવા ડ્રગ્સના નશાનો ખુલ્લે આમ વેપલો કરતા હોય છે ત્યારે જામનગરમાં પોલીસ દ્વારા નશાનો કારોબાર ચલાવી રહેલું દંપત્તિ રૂપિયા ૬ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયું હતું. મુંબઈમાંથી નાઈજેરીયન નાગરિક પાસેથી ડ્રગ્સનો જથ્થો મેળવ્યો હોવાની કબુલાત કરી હતી અને વધુ તપાસ કરતા જામનગરના અન્ય એક સાથીદારનું પણ નામ ખુલ્યું હતું .
દંપતીની પૂછપરછ કરતા તપાસમાં નાઈઝીરીયન નાગરિકનું નામ ખુલ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાની છે જ્યાં નશાનો કારોબાર ચલાવી રહેલા એક દંપત્તિને રૂપિયા ૬ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એસ.ઓ.જી. ની ટીમે ઝડપી લીધા છે. જેઓ રાજકોટ તરફથી બસ મારફતે ડ્રગ્સનો જથ્થો લઈને જામનગરમાં ઘુસાડે તે પહેલા ખીજડીયા બાયપાસ પાસેથી એસોસીએ ઝડપી લીધા હતા. જે દંપતિની સાથે જોડાયેલા અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે, જ્યારે મુંબઈથી એક નાઈઝીરીયન નાગરિક પાસેથી આયાત કર્યું હોવાથી તપાસનો દોર મુંબઈ સુધી લંબાવાયો છે.
જામનગર નજીક હાપા લાલવાડી આવાસ કોલોની વિસ્તારમાં રહેતું દંપત્તિ સલીમ કાદરભાઈ લોબી (૪૧) અને રેશમાબેન સલીમભાઈ લોબી (૪૦વર્ષ), કે જે બંને નશીલા પદાર્થને અન્ય રાજ્યમાંથી આયાત કરીને તેનું ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે, જે દંપતી રાજકોટ થી બસ મારફતે જામનગર તરફ આવી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે વોચ ગોઠવીને સલીમ કાદરભાઈ અને તેની પત્ની રેશમાબેન કે જે બંને બસમાંથી ઉતરીને જામનગરમાં ઘુસવાનો પ્રયત્ન કરે તે પહેલા જ એસ.ઓ.જી. ની ટુકડી એ બંનેની અટકાય કરી હતી.
પોલીસે રૂપિયા ૬ લાખની કિંમતનું ડ્રગ્સ તેમજ રૂપિયા ૩૯૦ ની રોકડ રકમ અને ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત ૬.૭૩ નો મુદ્દામાલ કબજે કર્યા હતા . જે દંપત્તિને પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં સુપ્રત કરી દેવાયા હતા. જે ડી પરમારની ફરિયાદના આધારે તે બંને સામે એનડીપીએસ એક્ટની કલમ સી ૨૯ મુજબ ગુનો નોંધ્યો છે અને બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.
ઉપરોક્ત જથ્થો ક્યાંથી મેળવ્યો છે, તે અંગેની પૂછપરછ કરતાં તેઓએ મુંબઈમાં ડુંગળી વિસ્તારમાં મનીષ માર્કેટ પાછળના ભાગમાં રેલવેના પાટા પાસેથી જોન. નામના નાઈઝિરિયન નાગરિક પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત તેઓની સાથે સમીર ઈકબાલભાઈ સમા નામનો શખ્સ કે જે પણ દ્રાક્ષમાં જતો મંગાવવામાં જોડાયો હોવાનો જાણવા મળ્યું હતું. જેથી પોલીસે રિકબાલભાઈ સમા હતા, નાઇજીરીયન નાગરિક ઝોન જે બંનેને ફરારી જાહેર કર્યા છે, અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવાયો છે.