આવર્ષે ચોમાસા દરમિયાન ગુજરાતમાં ઓછો વરસાદ પડ્યો છે. ઓછા વરસાદનાં કારણે ખેડૂતોપાણી-ઘાસચારાનાં પ્રશ્ને ચિંતિત છે. આથી ખેડૂતોને ઘાસચારા, ખાતર, દવા, બિયારણસહિત વિવિધ પ્રકારનાં ખર્ચ અને અન્ય સહાય આપવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ નક્કી કર્યું છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારની એક ટીમ પણ અછતગ્રસ્ત વિસ્તારોનીમુલાકાત લઈ પાણી, ઘાસચારો, રોજગારી વગેરેની જરૂરીયાતઅને હાલ ખેડૂતોને પૂરી પાડવામાં આવી રહી વ્યવસ્થાની માહિતી મેળવવા આવી ચૂકી છે.જગતનાં તાતની સમસ્યાને પહોંચી વળવા સંવેદનશીલ મુખ્યમંત્રીની ઓળખ ધરાવતા વિજયભાઈરૂપાણીએ પણ ધરતીપુત્રોને હૈયે ધરપત આપતા નિર્ણયો લઈ ખેડૂતોને કટોકટીભરી સ્થિતિમાંગુજરાતના ઈતિહાસમાં આજ સુધીની સૌથી મોટી સહાય-સાથ આપ્યા છે.
ગુજરાતનાં મુખ્યમંત્રીવિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં અછતગ્રસ્ત વિસ્તારોનાંખેડૂતોની પાણી, ઘાસચારા અને પશુઘનનાં પ્રશ્નોની સમીક્ષા કર્યા બાદમુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન અછતની સ્થિતી પ્રત્યે સંવેદનાપૂર્ણ અભિગમ દાખવીઅછતગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાં ખેડૂતોને અગ્રતાક્રમે વીજ કનેકશન આપવાનો આદેશકર્યો છે
આ સિવાય ૪૫ અછતગ્રસ્ત તાલુકાઓનાં ૧૩ લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર ૬૮૦૦રૂ.ની મર્યાદામાં સહાય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતી સિવાય અન્ય કામ કરીખેડૂતો આવક મેળવી શકે તે હેતુસર દુષ્કાળ અસરગ્રસ્ત લોકોને ૧૦૦નાં બદલે ૧૫૦ દિવસરોજગારી આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં જરૂરિયાત મુજબનાંગામોમાં ૧૫ ડિસેમ્બરથી કેટલ કેમ્પ શરૂ કરી પશુ દિઠ રૂ. ૨૫ની સહાય આપવામાં આવી રહીછે.
ગુજરાત સરકાર અછતની સ્થિતીપ્રત્યે અતિસંવેદનશીલ છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મૂંગા અબોલપશુધન માટે અછતગ્રસ્ત વિસ્તારોમાં ઘાસચારો, પાણી તેમજ રોજગારી નિર્માણમાટે નક્કર નિર્ણયો લીધા છે. રાજ્યમાં અછતગ્રસ્ત વિસ્તારોમાં વધારાના ૭ કરોડ કિલોગ્રામ ઘાસની જરૂરિયાત સામે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પકરોડ કિ.ગ્રા. ઘાસનું આયોજન કરી દેવામાં આવ્યું છે.
જ્યાં પાણી ઉપલબ્ધ છે તેવાવિભાગોના ખેડૂતો જો ઘાસચારો ઉગાડવા માટે તૈયારી દર્શાવે તો તેવા ધરતીપુત્રોને ખાસકિસ્સામાં અગ્રતાએ વીજ કનેકશન આપવામાં આવી રહ્યાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંઆવનારા દિવસોમાં પીવાનું, સિંચાઈનું અને પશુધનને પુરતું પાણી મળી રહે તેવું સઘન આયોજનવિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ગુજરાત સરકારે કર્યું છે.