અમેરિકા ભારતને 31 પ્રિડેટર ડ્રોન્સ આપશે જે સરહદય વિસ્તારની સાથો સાથ દરિયાઈ સીમાનું પણ નિરીક્ષણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસની અમેરિકા યાત્રા પર હતા જ્યાં અનેકવિધ કરારો અને સંધિ સાધવામાં આવી છે જેમાં સૌથી મોટી વાત એ છે કે આંતકવાદને ડામવા માટે ભારત અમેરિકા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે પણ અનેક વિધ કરારો થયા છે જે મુજબ અમેરિકા ભારતને 31 પ્રિડેટર ડ્રોન્સ આપશે જે અત્યંત આધુનિક અને અધ્યતન છે. હાલ ભારતની પાકિસ્તાન અને ચાઇના બોર્ડર અત્યંત સંવેદનશીલ છે ત્યારે આ બંને સરહદ ઉપર પ્રિડેટર ડ્રોન બાદ નજર રાખશે એટલું જ નહીં દરિયાઈ સીમા નું પણ નિરીક્ષણ આ ડ્રોન દ્વારા કરવામાં આવશે.
ભારત અમેરિકા પાસેથી 30 MQ-9B પ્રિડેટર ડ્રોન ખરીદવાની મંજૂરી મળી ગઈ છે, આ ડ્રોનની ખરીદી ભારતીય સેનાની દેખરેખ ક્ષમતાને મજબૂત કરશે, ખાસ કરીને ચીન સાથેના સરહદી વિસ્તારોમાં ભારતની શક્તિમાં વધારો થશે. રક્ષા મંત્રાલયનો આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસના થોડા દિવસ પહેલા આવ્યો છે.
પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઇડેન સાથે તેમની વાતચીત બાદ ત્રણ અબજ યુએસ ડોલરના આ ખરીદ સોદાની મંજુર કરવામાં આવ્યો હતો . આ સોદાથી ભારતનું સંરક્ષણ ક્ષેત્ર અત્યંત મજબૂત બનશે. ભારતીય સેનાના ત્રણેય ભાગો આ ડ્રોનનો ઉપયોગ કરી શકે છે અને તે દરિયાઈ દેખરેખથી દુશ્મન સબમરીનને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય નૌકાદળને 14 ડ્રોન આપી શકાય છે જ્યારે એરફોર્સ અને આર્મીને 8-8 ડ્રોન આપવામાં આવી શકે છે.40000 ફૂટની ઊંચાઈ ઉપર અને 5500 નોટિકલ માઈલ ની રેન્જ સાથે આ ડ્રોન આકાશમાં ઉડી શકે છે અને એક સાથે 36 કલાક તે સેવા આપી શકે છે.
ભારત અમેરિકા વચ્ચે થયેલા સરક્ષણ કરારો બાદ હવે દેશનું સરક્ષણ ક્ષેત્ર ખૂબ વધુ મજબૂત બન્યું છે કારણ કે જે ડ્રોન અમેરિકા દ્વારા આપવામાં આવ્યા છે તેમાં જીપીએસ સિસ્ટમની સાથો સાથ અનેકવિધ અધ્યતન સુવિધાઓ અને ટેકનોલોજીનો સમન્વય થયો છે અને આ ડ્રોન અમેરિકાની જનરલ એટોમિક દ્વારા બનાવવામાં આવ્યો છે. રોનને ઉડાડવા માટે ભારતના પાયલોટોને ખાસ પ્રશિક્ષણ પણ આપવામાં આવશે.