ભુજના ફોટોગ્રાફર મંજુરી વગર શુટીંગ કરતા ઝડપી લઇ મુદામાલ કબ્જે કર્યો
શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ડ્રોન ઉડતું જોતા તાત્કાલિક કેટલાક પત્રકાર અને દેવસ્થાનન સમિતિના કર્મચારી જયેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતા મંદિર આસપાસના વિસ્તાર માં જહેરનામતથી નો ફલાયિંગ રેડ ઝોન જાહેર કરવામાં આવેલ હોય અને મંદિરની નજીક 100 મીટર ના વિસ્તારમાં ડ્રોન કે અન્ય કોઈ ક્રાફટ ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવેલ હોય મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડા ના માર્ગદર્શન નીચે દ્વારકાના પો. ઈન્સ પી. એ પરમાર તથા મંદિર પો. સ્ટાફ ના એ. એસ. આઈ એમ એમ રોસિયા તથા પરાગભાઇ ચૌહાણ તથા મહેશભાઈ અણીયારીયા નાઓએ તાત્કાલિક શોધીને મંદિર ની નજીકથી પકડી પાડેલ. જેમાં ડ્રોન ઉડાવનાર પ્રણયભાઇ હીમાંશુભાઇ જોષી ધંધો ફોટોગ્રાફર (તા.ભુજ જી.કચ્છ) પાસેથી ડ્રોન ઉડાવવાની પરમિશન માંગતા નહિ હોવાનું જણાવેલ અને ડ્રોન ઉડાવી લોકોનો જાન જોખમ માં મૂકી મંદિર આસપાસ ના વિસ્તારનું ગેરકાયદેસર રીતે શુટિંગ કરેલ હોય તેની પાસેથી ડ્રોન કેમેરો કબ્જે કરી અને તેના સામે એ. એસ. આઈ પરાગભાઇ અમૃતલાલ ચૌહાણ નાઓએ ફરિયાદ આપેલ છે.