તે દિવસ દૂર નથી જ્યારે તમે એમેઝોન પાસેથી કોઈ વસ્તુ માંગશો અને તે અડધા કલાકમાં તમારા દરવાજે પહોંચાડશે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ ડ્રોનના માધ્યમથી ગ્રાહકોને ઘેર ઘેર સમાન પહોંચાડવાની તૈયારીમાં છે. આ તૈયારીમાં તે એક ડગલું આગળ પણ વધી ગયા છે. ડ્રોનથી ડિલિવરી કરવા માટે અમેરિકામાં મંજૂરી મળી ગઈ છે.
જોકે, એમેઝોન ત્યાર ડ્રોન ફ્લાઇટ માટે પરીક્ષણો કરી રહી છે. કંપની ઘણા સમયથી ડ્રોનથી સમાન પહોંચાડવા માટે મથામણ કરી રહી છે. જોકે, સરકારી વિભાગોની મંજૂરી લેવામાં સમય વીત્યો છે. એમેઝોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) જેફ બેઝોસે 2013 માં એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંપની પાંચ વર્ષમાં ગ્રાહકોને ડ્રોન પહોંચાડવાનું કામ શરૂ કરશે.
ડ્રોન કેટલો સામાન ઉઠાવી શકે?
એમેઝોનને પાર્ટ 135 એર કેરિયરનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આ લાયસન્સ કંપનીને તેના પ્રાઇમ એર ડ્રોનનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે. જોકે ડ્રોન સુવિધા વખતે જોખમ અંગે પણ કંપની સાવચેત છે.
કંપનીએ ગયા વર્ષે લાસ વેગાસમાં ઇલેક્ટ્રિક હેક્સાગોન ડ્રોન વિશે અહેવાલ આપ્યો હતો આ ડ્રોન 5 પાઉન્ડ જેટલો સામાન ઊઠાવી શકે છે. ડિલિવરી પાછળનો સમય ઘટાડવો તે કંપનીનો મૂળ ઉદ્દેશ છે.