દરરોજ લાખો લોકોની આવન-જાવન કરતી બન્ને જેટીઓ ઠાકરના ભરોસે: પ્રાથમિક સુવિધા અને સુરક્ષાની અનેક ક્ષતિઓ

ઓખાથી પાંચ કિલોમીટર દરિયા રસ્તે આવેલ ભગવાન કૃષ્ણની પટરાણીનું ધામ બેટ દ્વારકા દેશનું જ નહીં પરંતુ વિશ્વનું પ્રથમ દરજજાનું યાત્રાધામ સાથે પ્રવાસન સ્થળ ગણવામાં આવે છે. અહીં બેટ ગામની વસ્તી ૧૬ હજાર જેટલી છે. અહીંની ૯૦% વસ્તી મુસ્લિમ સમાજની છે અને જેમનો મુખ્ય ધંધો વહાણ વટીનો છે. અહીની બન્ને જેટીઓ ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક રહેલ છે. અહીં દરરોજ હજારો અને લાખો યાત્રાળુઓ આવન-જાવન કરે છે પરંતુ અહીં સુવિધાના નામેમીડું છે અને સુવિધાઓમાં પણ અનેક ક્ષતિઓ રહેલ છે. અહીં પાણીના પરબથી લઈ શૌચાલય અને જેટી પર છાયડા માટેના શેડ પતરા જેવી પ્રાથમિક સુવિધા પણ નથી. યાત્રિકો ધોમ ધખતા તાપમાં ચાલીને જવા મોટી ઉંમરના મહિલાઓને મોટી મુશ્કેલી પડે છે. અહીં જેટી પર પ્રાથમિક સુવિધાની તાતી જરૂરીયાત છે.

અહીં સુરક્ષાની પણ એજ હાલત છે. આ બન્ને જેટીઓ દુશ્મન દેશ પાકિસ્તાનથી ૮૦ નોટીકલ માઈલ દુર છે અને આ કાંઠો અતિસંવેદનશીલ પણ ગણવામાં આવે છે છતાં પણ આ જેટી પર પ્રવાસીઓ અને યાત્રિકોનું કોઈ ચેકિંગ કે પુષ્પગુચ્છ થતી નથી બેરોકટોક આવન જાવનકરી શકે છે. અહીંની ૧૮૦ જેટલી પેસેન્જર બોટો પણ મનફાવે તેમ ચાલે છે અને કેપેસીટી કરતા બમણા પેસેન્જરો બોટમાં ભરે છે અને ૮ના બદલે ૨૦ જેટલુ ઉંચુ ભાડુ વસુલે છે. બોટમાં ચડવા ઉતરવાની કોઈ સારી સગવડ પણ નથી. ઘેટા બકરાની જેમ બોટોમાં પેસેન્જરો ભરવામાં આવે છે.

અત્યારે આખર સીઝન હોય ત્યારે કેપેસીટી કરતા ઓછા પેસેન્જરો ભરવાના રહે છે ત્યારે અત્યારે કેપેસીટી કરતા બમણા પેસેન્જરો ભરવામાં આવે છે. વિકાસશીલ સરકારે ૯૬૨ કરોડના પુલની યોજનાને અમલમાં મુકી દીધી છે ત્યારે આ ઓખા બેટની બન્ને જેટીઓને પ્રાથમિક સુવિધા આપે અને કરોડો અને અબજો રૂપિયાના પુલ પહેલા જેટીઓ સુરક્ષિત બનાવે તેવી લોકમાંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.