સામાન્ય વરસાદમાં આ હાલ છે તો ભારે વરસાદમાં શું થશે ?
વરસો જૂનો પુલ હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો થોડાક વરસાદમાં પુલ પર પાણી ભરાતા તંત્રની જવાબદારી કે આ પુલ પરથી પાણી હટાવે તેવા અનેક પ્રશ્નો ઉના શહેરની જનતામાં ઉઠી રહ્યા છે.
ઉના શહેરમાં આવતો મુખ્ય પુલ પર પગથી ઘુટણ સુધી પાણી ભરાતા લોકો પડ્યા મુશ્કેલીમાં ઉના શહેરનો માત્ર થોડાક વરસાદમાં પાણી ભરાતા તંત્ર બેધ્યાન શહેરનો મુખ્ય પુલ હોય તેમાં હજારો વાહનો રોજના અવરજવર થતા હોય છે ત્યારે આ પુલ અતિશય બિમાર હાલતમાં હોય છે વરસાદથી તેના પર પાણી ભરાતા લોકોમા ચર્ચાનો વિષય જાગ્યો છે.
ઉના શહેર અને તાલુકાની વાત કરે ત્યારે છેલ્લા કેટલાક સમયથી વરસાદની લોકો આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા ત્યારે માત્ર બેથી અઢી કલાક વરસાદ વરસ્યો તેમાં શેરનો મુખ્ય જોડતો પુલ આજે તેમના પર પગથિ ઘુટણ સુધી પાણી ભરાતા શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે શું આ તંત્રની જવાબદારી નથી તેના પર આપ પાણી છે તે ખાલી કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.