હવે ટ્રાફિક પોલીસને કાગળ બતાવવાની જગ્યાએ ડિજિટલ ડોક્યુમેન્ટ બતાવી શકાશે
સામાન્ય રીતે ફોર વ્હીલ કે ટુ વ્હીલ ચલાવતી વખતે તમારી પાસે લાયસન્સ અને વીમા પોલીસીના કાગળો હોવા આવશ્યક છે. જો કે, સરકારના ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપતી એક પહેલ માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. જો તમારી પાસે તમારું ડ્રાઈવીંગ લાયસન્સ કે વીમા પોલીસીના દસ્તાવેજો નથી તો તેના નંબર દ્વારા ડિજીટલ સર્ટિફીકેટસની પણ માન્ય ગણવામાં આવશે.
માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, “જો કોઈ પણ ચાલક પાસે ડ્રાઈવીંગ લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફીકેટ કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ ઈલેકટ્રોનિક ફોર્મમાં હશે તો તેને માન્ય ગણવામાં આવશે.
આ અંગે વધુ જણાવતા કહ્યું કે, “ઘણા નાગરિકોએ આરટીઆઈ દ્વારા ફરિયાદ કરી હતી કે, અમારી પાસે ડિજીટલ ફોર્મમાં ડોક્યુમેન્ટ છે જેને કારણે મુસાફરીમાં આસાની રહે છે અને સરકાર દ્વારા એમ પરીવહન એપ પણ ડાઉનલોડ કરાવવામાં આવી છે તેમ છતાં આ ડિજીટલ દસ્તાવેજ માન્ય ગણાતા નથી અને ટ્રાફિક પોલીસ દ્વારા કનડગત કરવામાં આવે છે.
જો વાહન રજિસ્ટ્રેશનની વિગતો એમ પરિવહન અથવા ઈ-ચલન એપલીકેશન પર હશે તો વિમા પોલીસી અથવા ડ્રાઈવીંગ લાઈસન્સની ફઝીકલ કોપીની કોઈ આવશ્યકતા નથી. જો કોઈ ટ્રાફીક નિયમોનું ભંગ કરે છે તો તેનું ફિજીકલ લાઈસન્સ લેવાની જરૂર નથી ઈ-ચલનની સિસ્ટમ દ્વારા તેના વાહનોની માહિતી મેળવી શકાશે. તેના માટે આઈટી આધારીત ઓનલાઈન વેરીફીકેશન સર્ટીફીકેટ મદદરૂપ બનશે જેની ગાઈડ લાઈની વધુ ચોક્કસાઈથી મોનીટરીંગ શકય બનશે.