ગુજરાત રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં હાલમાં જે કચેરીમાંથી અરજદારે ડ્રાઇવિંગ લાયસન્સ લીધલ હોય ત્યાં જ અરજદારે સારથી-૪ સોફ્ટવેરમાં parivahan.gov.in WEBSITE ઉપર જરૂરી દસ્તાવેજો UPLOAD કરીSLOT BOOKING માંથી તારીખ અને સમય નિશ્ચિત કરી આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાયસંસ રીન્યુ માટે જવુંપડે છે. અરજદારે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા બાદ અરજદાર નોકરી,ધધા, રોજગાર અર્થે મૂળ કાર્યક્ષેત્રનીબહાર જવું પડે છે અને તે વખતે જો અરજદારનું ડ્રાઇવિંગ લાયસન્સ પૂરૂ થઇ જાય તો તેને મૂળ કચેરીમાં ડ્રાઇવિંગલાયસન્સ રીન્યુ કરવા માટે આવવું પડે છે. અરજદારના નાણાં શક્તિ અને સમયનો દુર્વ્યય થાય છે. સંજોગોમાંજ્યારે ટેકનોલોજીકલ વિકલ્પ ઉપલબ્ધ છે ત્યારે રીન્ય પધ્ધતિ અંગે પુન:વિચારણા કરવી જરૂરી જણાય છે,

હાલમાં સારથી-૪ માં ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર અરજદારોનો ડેટા ઉપલબ્ધ કરવામાં આવેલ છે, જેથીજાહેર જનતાને સગવડ ઉપલબ્ધ કરાવવા માટે તા.૭/૬/૧૮ થી અરજદાર કોઇપણ આરટીઓ કચેરીમાં રિન્યુ કરાવી શકશે. તેમજ નામ પણ બદલાવી શકશે. પરંતુ આ પ્રક્રીયા દરમ્યાન કોઇપણ કચેરી મુળ લાયસંસનોમુળ ડ્રા.લા.નંબર, ડ્રા.લા.માં હયાત વર્ગ, જન્મ તારીખ, ઇસ્યુ તારીખ બદલી શકશે નહીં.અરજદારે parivahan.gov.in WEBSITE ઉપર જે કચેરીમાં ડ્રા.લા. રીન્યુ કરાવવા જવું હોય તે કચેરીસિલેક્ટ કરી તે કચેરીમાં જરૂરી એ પોઇટમેંટ લેવાની રહેશે.સદર બાબતે દરેક આરટીઓ અધિકારીએ વધારેમાં વધારે, મિડિયા દ્વારા જાહેર જનતાને જાણ કરવાનીરહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.