આરટીઓની લગતી તમામ રિન્યુઅલ કામગીરીમાં ૩૦ જૂન સુધીની છૂટ અપાઈ: નોનયુઝ વાહનોની નોંધણી ઓનલાઈન કરાવીને ટ્રાન્સપોર્ટ વાહન માલિકો ચડત ટેક્ષથી બચી શકશે

કોરોનાને ડામવા અમલી બનાવાયેલા લોકડાઉનના આ સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લોકોને રાહતરૂપ આપે તેવા અનેક નિર્ણયો લીધા છે.

આવા એક મહત્વના નિર્ણયમાં મંગળવારે સરકારે ડ્રાઈવીંગ લાયસન્સ અને ટ્રાન્સપોર્ટ વાહનોના ફીટનેશ સર્ટી.ના રીન્યુની અવધીની મુદતમાં ૩૦ જૂન સુધીનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના લોકડાઉનની પરિસ્થિતિને લઈને સરકારે આ નિર્ણય લીધો હતો. લોકડાઉન દરમિયાન લોકોને બહાર નીકળવા મનાય છે તથા આરટીઓ કચેરી બંધ હોય દસ્તાવેજ રીન્યુ કરાવવી શકાય નથી

જેથી મોટર વ્હીકલ એકટ અંતર્ગત જેની મુદ્ત ૧ ફેબ્રુ. ૨૦૨૦થી જૂન ૨૦૨૦ વચ્ચે પૂરી થતી હોય તેવા તમામ રીન્યુઅરની મુદતમાં ૩૦ જૂન ૨૦૨૦નો વધારો કરી દીધો હોવાનો માર્ગ પરિવહન અને ધોરીમાર્ગના કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું હતુ.

દેશભરની આરટીઓ કચેરીમાં હાલ અંશત: કામ થતુ ઉપરાંત રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લઈને આરટીઓ ૨૫ માર્ચ ૨૦૨૦ થી બંધ ત્યારે સરકારે ત્રીજા તબકકાનું લોકડાઉન ૧૭ મે સુધી વધારીને કોવિડ ૧૯ના સંક્રમણની અસરની તીવ્રતા મુજબ દેશને ૩ અલગ અલગ ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

સરકારે એવી માહિતીણ આપી હતી કે વાહનોને નોનયુઝ કરવા માટેની વાહન પ્લેટફશેર્મની ઓનલાઈન સુવિધા આપવામાં આવી છે. જેના કારણે લોકો બિન ઉપયોગી વાહનોનો ટેક્ષ ભરવામાંથી મૂકિત મેળવી શકશે કોર્મશિયલ વાહનો ટેક્ષી, બસ અને અન્ય તમા વાહનો જે અત્યારે વપરાશમાં નહોય તેવા વાહનોને ઓન લાઈન નોનયુઝ કરાવીને પડતર વાહનો ઉપર ચડત ટેક્ષમાંથી લોકો રાહત મેળવી શકશે. લોકડાઉનને લઈને કેન્દ્ર સરકારે મુદત પૂરી થતી હોય તેવા ડ્રાઈવીંગ લાયસન્સ અને વાહનોના પાર્સીંગની કામગીરીની મુદતમાં પણ ૩૦ જૂન ૨૦૨૦ સુધી વધારો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.