દેશમાં માર્ગ સલામતિ અને ટ્રાફીક નિયમોના પાલન માટે સરકારી હવે આતંર રાષ્ટ્રીય નિયમોના અમલ માટે એક પછી એક પગલા લઇ રહી છે હવે જુના કેસ અને ટ્રાફીક નિયમ ભંગ છુપાવી નહિ શકાય. સરકાર નવા ડ્રાઇવીંગ લાયસન્સ અને આરસીમાં કયુઆર કોડ ચીપ્સ ડીજીટલ ચીપ્સ સાથેના ડ્રાઇવીંગ લાયસન્સ અને ડ્રાઇવર અને વાહનના આખા ઇતિહાસની જાણકારી ઓનલાઇન ઉ૫લબ્ધ કરાવવાથી કોઇ ડ્રાઇવર અને વાહન તેના ભુતકાળના ગુનાહો અને કેસ છુપાવી નહિ શકે.

ડ્રાઇવીંગ લાયસન્સ અને આરસી બુકમાં દાખલ કરવામાં આવનારા કયુ.આર. કોડની મદદથી ભુતકાળના રેકોર્ડની ઓનલાઇન જાણકારી મેળવી શકાશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે જાહેરનામું પ્રસિઘ્ધ કરીને દરેક રાજયોને સમાન નિયમોનું પાલન કરવાની ફરજીયાત બનાવાયું છે. તેમ છતાં રાજયો માટે વધારાના નિયમો માટે છુટછાટ આપવામાં આવી છે.

જેમ કે ચીપ્સ અને નિયર ફિલ્મ કોમ્યુનીકેશન (એનએફસી) જેવી વ્યવસ્થાના વિકલ્પની છુટ આપવામાં આવી છે. આ ચીપ્સમાં વાહન અને વાહનોના દશ વરસના ભુતકાળની વિગતો જાણી શકાશે. એનએફસી અને કયુ.આર. કોડના વિકલ્પોની રાજય સરકારની પસંદગીની રાજય સરકારને છુટ આપવામાં આવી છે. પરંતુ રાજય સરકારે કોઇપણ એક વ્યવસ્થાનો અમલ કરવો પડશે. પ્રાયોગિક ધોરણે ૩ર હજાર લાયસન્સોમાં કયુ.આર. કોડ દાખલ કરવામાં આવ્યા છે. દેશમાં દરરોજ ૪૩ હજાર વાહનોનું રજીસ્ટ્રેેશન થઇ રહ્યું છે.

તેમાં પણ પ્રયત્નો અમલ કરવામાં આવશે. ડ્રાઇવીંગ લાયસન્સ અને સંબંધીત દસ્તાવેજોનું પ્રિન્ટીંગ એટલું નબળુ હોય છે કે થોડા સમય પછી તેનું લખાણ ભુસાઇ જતું હોય છ. નવી પઘ્ધતિ મુજબ ડ્રાઇવર અને વાહનોના ટ્રાફીક નિયમ ભંગના ઇતિહાસને છુપાવી નહિ શકાય. આરસી બુક અને ડ્રાઇવીંગ લાયસન્સ પર આપનારા કોડ નાખતાની સાથે જ તમામ વિગતો ઓનલાઇન જાણી શકાશે.

વાહન મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવનારી આ નવી પ્રથાના કારણે ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર હવે કયાંય છટકી નહી શકે.ઓકટોમ્બર મહિનાથી ડિજીટલ ચીપ્સ વાળા ડ્રાઇવીંગ લાયસન્સ અને આરસી બુકના અમલ શરુ થઇ રહ્યો છે. કયુ.આર. સાથેના ડ્રાઇવીંગ લાયસન્સ અને આરસી બુકનો અમલ કરવા માટે દેશના તમામ રાજયોએ સમાનતા ના ધારાધોરણ નિયમો લાગુ કરવાનું સરકારે નકકી કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.