સાયલાના સુદામડાની સીમમાં આવેલી પાળ ઉપર ડમ્પર ચાલકે પોતાના ડમ્પર મૂકીને પાછળના ભાગે કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક પાછળ ઢાળમાંથી રગડતા ચાલક પોતાના જ ડમ્પરમાં ચગદાઇ જતા મોત થયુ હતુ.

નડાળા ગામના ઇશ્વરભાઇ રબારી ડમ્પર લઇ કપચી, પથ્થરના ફેરા કરતા હતા. સુદામડાની સીમમાં આવેલી પાળ ઉપર રાત્રીના સમયે પોતાનું ડમ્પર મુકીને પાછળના ભાગે હુક બંધ કરવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રક અચાનક ઢાળમાં પાછળ પડતા પોતાના ડમ્પરના ટાયર નીચે ઇશ્વરભાઇ ચકદાઇ ગયા હતા.

જેમાં શરીરમાં અને ગુપ્તભાગે ગંભીર ઇજા થતા સાયલા દવાખાને લઇ જવાયા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા ઇશ્વરભાઇનું મોત થયુ હતુ. આ બાબતે સાયલા પોલીસે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.