રાજકોટ શહેરમાં ઠેર ઠેર ઓવરબ્રિજ માટે ખોદકામ કરીને શહેરને ખાડા નગરી બનાવી દીધી છે જેને પગલે રસ્તાઓ બંધ કરી દેવાતા હજારો વાહનચાલકોને યાતના વેઠવી પડી રહી છે બીજી તરફ પોલીસ ઉઘરણામાં વ્યસ્ત હોવાથી ગત રાત્રે ખુદ પૂર્વ વિપક્ષી નેતાને પોલીસની ફરજ નિભાવવા મેદાનમાં ઉતરવાની ફરજ પડી હતી જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી ઉઘરણા બંધ કરી વ્યવસ્થા સુધારવા માટે શહેર કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી ડી પી મકવાણા , ગોપાલ અનડકટ , ગોવિંદ સભાયા અને રણજીત મુંધવાએ રજુઆત કરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસના જશવંતસિંહ ભટ્ટી , ડી પી મકવાણા , ગોપાલ અનડકટ , ગોવિંદ સભાયા અને રણજીત મુંધવાની એક યાદીમાં જણાવ્યા પ્રમાણે શહેરનો વિકાસ થાય તે માટે બનતા બ્રિજની કામગીરી સરાહનીય છે પરંતુ આ બ્રિજને લીધે રસ્તાઓ બંધ કરી દીધા હોવાથી લોકોને ભારે યાતના વેઠવી પડી રહી છે. ગત રાત્રે ગોંડલ ચોકડીએ એમ્બ્યુલન્સ ફસાતા કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોલીસની ફરજ બજાવી હતું અને રસ્તો ક્લિયર કરાવ્યો હતો.
પરંતુ એકપણ પોલીસમેન ડોકાયો ન હતો કંટ્રોલમાં ટ્રાફિકજામ અંગે ફોન કરતા પોલીસ ત્યાં જ છે તેવો ઉડાવ જવાબ આપી દીધો હતો પરંતુ હકીકતે કોઈ હાજર ન હતું આટલી વિકટ સમસ્યામાં પણ પોલીસ માત્ર ઉઘરણામાં જ વ્યસ્ત છે જેને લીધે હજારો વાહનચાલકો ત્રસ્ત થઈ રહ્યા છે.
ગોંડલ ચોકડીએ એક કલાકે એક કિલોમીટરનું અંતર કપાય તેવો ટ્રાફિકજામ હોવા છતાં મલાઈ તારવતા એકપણ પોલીસમેન ત્યાં રસ્તો ક્લિયર કરાવવા આવ્યા ન હતા જેને લીધે મોંઘા ભાવના ઇંધણ સાથે લોકોના જીવ પણ બળ્યા હતા તો સિસ્ટમને સુધારવાની અને સિસ્ટમ જેના થકી ચાલે છે તેવા ઉઘરણા કરતા પોલીસમેનોને પણ સુધારવા જરૂરી બની ગયા છે કમ સે કમ જ્યારે ટ્રાફિકજામ હોય ત્યારે તો ઉઘરણા બંધ કરી રસ્તો ક્લિયર કરાવવા પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે .