ખાનગી બસ બી.આર.ટી.એસ. રૂટમાં ચલાવાની ટ્રાફિક બ્રિગેડે ના પાડતા ડ્રાઇવર અને કંડકટર યુવતીએ બબાલ કરી

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી હોઈ તેમ હવે તો પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ પર હુમલા થતાં હોવાના બનાવ સામે આવ્યો છે.જેમાં 150 ફૂટ રીંગ રોડ પર પોતાની ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગેડ મહિલાએ બીઆરટીએસ બસ પરના રૂટ પર ચલાવવામાં આવતી ખાનગી ટ્રાવેલ્સ ને થોભી તે બાબતનો કંડક્ટરને ઠપકો આપતા તેણે મહિલા ટ્રાફિક બિગેડને બસ માથે ચડાવી દેવાની થાક ધમકી આપી હોવાની ફરિયાદ સામે આવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગતો મુજબ ટસમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયા પાસે નર્મદા ટાઉનશીપમાં રહેતા મહિલા ટ્રાફિક બ્રિગેડ ઉર્વશીબેન મનોજભાઈ ડાભી (ઉં.વ.25) 150 ફુટ રીંગ રોડ પર મહાપુજાધામ સર્કલ ઉપર પોલીસ સ્ટાફ અને અન્ય ટ્રાફિક બ્રિગેડો સાથે નોકરી પર હતા ત્યારે વીટોરીયા ડિઝાઈન પ્રા.લી. કંપનીની બસ બી.આર.ટી.એસ. રૂટમાં ઓમનગર સર્કલથી મહાપુજાધામ સર્કલ ઉપર આવતા તેને રોકી બસ બીઆરટીએસ રૂટ ચલાવવા બાબતે પુછતા ડ્રાઈવરે ‘ટ્રાફિક છે, આથી હંકારી છે’ તેમ જવાબ આપ્યો હતો.

આથી તેને ‘બીઆરટીએસ રૂટ પર પ્રાઈવેટ વાહન હંકારવું નિયમ વિરૂદ્ધ છે’ કહેતા ડ્રાઈવરે ‘તારા બાપનો ક્યાં રોડ છે?’ કહી ગાળો દઈ બસમાંથી પાઈપ કાઢી તેને મારવા દોડ્યો હતો. આ સમયે બસમાં બેસેલ મહિલાએ પણ ગાળો દેતા અને કહેતા ડ્રાઈવરે ‘હવે તું નોકરી કરી લે જે, હું જોઈ લઈશ’ તેમ કહેવા લાગતા તેને પોલીસ બોલાવવાનું કહેતા ડ્રાઈવરે ‘હવે પછી રોડ પર ક્યાંય દેખાઈશ તો બસ ઉપર ચડાવી જાનથી મારી નાખીશ’ કહી ધમકી આપી બસ લઈ જતો રહ્યો હતો. થોડીવાર બાદ બસનો ડ્રાઈવર અમરદીપ ધામેલીયા બાઈક પર તેની પાસે ધસી જઈ ઝઘડો કરતા માલવીયાનગર પોલીસમાં ડ્રાઈવર અને મહિલા સામે ફરીયાદ નોંધાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.