ખેડૂત પરીવારનાં પ્રૌઢનાં મોતથી ચરખાનાં પરીવારમાં શોકનુ મોજુ ફળી વળ્યુ : ચાર ઘવાયા
બાબરા રાજકોટ હાઇવે રોડ ઉપર આવતા ચરખા ગામ નજીક આજે સાંજ ના સમયે શ્રમિક દેવીપુજક પરિવાર ની છકડો રીક્ષા ને એસ.ટી બસ અને કારે અડફેટે લેતા પરિવાર ના મોભી નું ઘટના સ્થળે મોત અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત મુજબ બાબરાના ચારોલિયા પરિવાર મુખ્યત્વે પશુપાલન અને પશુ લે વેચ સહિત ખેત મજુરી કરતા મૃતક ગડુભાઈ કુરજીભાઈ ચારોલિયા ઉવ.૫૦ છેલ્લા થોડા સમય થી કચ્છ વિસ્તાર માં જીરુ અને ઇસબગુલ ના પાક ની મજુરી કરતા હતા આજે પોતાના ભાગે આવેલ જીરુ સહિત નું વિરમગામ ખાતે વેચાણ કરી બાબરા પરત ફરતી વખતે બાબરા થી પાંચ કિમિ દુર રાજકોટ હાઇવે ઉપર ચરખા ગામ ના સીમાડા નજીક પોતાની ભાર વાહક છકડો રીક્ષા નો અકસ્માત સર્જાતા ગડુભાઈ ચારોલિયા ઉવ.૫૦ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
જ્યારે રીક્ષામાં અંદર બેઠેલા તેમના પત્ની મુકતાબેન ગડુભાઈ ઉવ ૪૬ અને તેની પૌત્રી ઓ ક્રિષ્ના કિશોરભાઈ ઉવ ૧૦ મુનીબેન દિલાભાઈ ઉવ ૬ ગંભીર રીતે ઘવાતા બાબરા ખસેડવા માં આવ્યા છેઅકસ્માત અંગે ચર્ચાતી વિગત મુજબ પ્રથમ છકડો રીક્ષા એસ.ટી બસ સાથે અથડાયા બાદ હવા માં રીક્ષા ફંગોળાઈ હતી અને અન્ય કાર સાથે અથડાયા બાદ રોડ નજીક ફંગોળાઇ જેમાં રીક્ષા ચાલક દેવીપુજક આધેડ નું મોત અને અન્યો ને ગંભીર ઈજા પહોંચી છે બાબરા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ સહિત સેવાભાવી યુવકો ની મદદ થી ઇજાગ્રસ્તો ને બાબરા ખસેડવામાં આવ્યા છેે.બનાવ ની જાણ થતાં દેવીપુજક પરિવાર સરકારી દવાખાને દોડી આવી કરુણ કલ્પાંત કરતા નજરે પડ્યા હતા.