ગામડાઓની હાલત દયનીય રાજુલામાં આઠ દિવસે અપાય છે ‘નલ સે જલ’
રાજુલા જાફરાબાદ પંથકમાં પીવાના પાણીની વ્યવસ્થા જાળવવામા તંત્ર નિષ્ફળ નીવડયું હોય તેમ રાજુલા જાફરાબાદના 121 ગામોમાં રાજુલા પાણી પુરવઠા ઓફીસેથી પાણીની વ્યવસ્થા થાય છે. પણ વ્યવસ્થા પડી ભાંગી હોય તેમ દશ દિવસથી પાણી અપાતુ નથી
રાજુલા શહેર અને જાફરાબાદ ને ધાતરવડી ડેમ એકનું પાણી જે રાજુલાને મળતું હતું જે પાણી માંડ માંડ ઘુઘરીયાળી વિસ્તાર સુધી આવે છે ત્યાંથી સબ્બા આવતું હોય છે તે આવતું નથી પાણી સાવ ધીમું આવે છે મોટાભાગની પાઇપો તૂટી ગઈ છે જે પાઇપો બદલવામાં આવતી નથી અને શહેરમાં પણ રસ્તાઓ અને રોડ બનતા મોટાભાગની પાઇપો પાણી છોડે એટલે પાણી રસ્તા ઉપર રેલમ સેલમ થઈ જાય છે અને લોકો પાણી વગરના ફાફા દિવસે મારે છે આ અંગે ચેમ્બર ઓફ કોમસના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું કે છેલ્લા દસ દિવસથી પાણી ખૂબ જ અનિમિત છે પૂરતા પ્રમાણમાં જેટલું જોઈએ તેટલું શહેરમાં ડેમોમાં પાણી હોવા છતાં મળતું નથી ગામની મધ્યમાં આવેલી જગ્યા કેસરીનંદન હનુમાન તો 12 દિવસથી પાણી આવ્યું નથી અને રાજુલા શહેરમાં તો એક માસથી આઠ દિવસે પાણી આવે છે
તે પણ રાત્રે જ આપે છે નગરપાલિકામાં પણ હવે પાણીની ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી આ અંગે અવારનવાર મહિલાઓ પણ પાણી માટે નગરપાલિકામાં જાય છે પરંતુ કોઈ પાણીનો પ્રશ્ન હલ થતો નથી આ અંગે નાયબ કાર્યપાલક પાણી પુરવઠા અધિકારી પીએમ મોદીને ટેલિફોનિક પૂછતા જણાવેલ છે કે મહીનું પાણી જે મળવું જોઈએ તે રાજુલા જાફરાબાદ ને પૂરતા પ્રમાણમાં મળતું નથી અને ભાવનગર પાસે બુધેલ છે ત્યાં ઈલેક્ટ્રીક ફોલ્ટ ના કારણે અવારનવાર બંધ થઈ જાય છે અને રાજુલા જાફરાબાદ અને 121 ગામડાને જેટલું પાણી જોવે છે તેટલું મળતું નથી અને હવે અમે રાજુલામાં રાત્રિના જ પાણી આપીએ છીએ કારણ કે દિવસે છોડવાથી ગામડામાં પાણી જુદી પાઇપો હોવાથી મળતું નથી અને પાણી વેડફાઈ જાય છે એટલે રાજુલા અને જાફરાબાદ ચાર પાંચ દિવસે પાણી આપવામાં આવે છે કેમ ખૂબ નાયક કાર્યપાલક મોદીએ જણાવ્યું હતું
એક નગરપાલિકાના સદસ્ય નામ ન લીધા વિના કહ્યું છે કે મેન પાઇપો માંથી હોલ પાડીને ડાયરેક્ટ પાણી લીધા છે જે થતું જોતી વિસ્તાર અને ડુંગરા વિસ્તારમાં ડાયરેક્ટ પાણી લીધેલ હોવાથી શહેરમાં જ્યારે પાણી આપવામાં આવે તે છે અત્યારે સાવ ધીમી ગતિએ મળે છે ત્યારે આવા ગેરકાયદેસર કનેક્શન ડાયરેક લીધેલ છે તે નગરપાલિકાએ કે વહીવટદારે આની ટીમ બનાવી આવા કનેક્શન કપાવવામાં આવે તો શહેરને પૂરતું પાણી મળે તેમ મોટાભાગના આગેવાનો કહી રહ્યા છે નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ખેડૂત આગેવાન દીપુભાઇ ધાખડાએ જણાવ્યું કે ધાતરડી નંબર બે ને દર વર્ષે પાણી છોડી દેવામાં આવતું હોવાથી ડેમ ખાલી થઈ જાય છે હાલ પણ પાણી છોડી દીધેલું છે જેને કારણે ડેમમાં થોડુંક જ પાણી છે જેથી રાજુલા શહેરના હાલ ડાર બોરિંગ કે ડંકી છે તેમાં પણ પાણી ઊંડા ચાલ્યા ગયા હોવાથી મોટાભાગના લોકો દાર ,ડંકી હોવા છતાં પણ છતાં પાણી ખૂબ જ હેરાન થાય છે
સીચાઈ ખાતાએ ખાખબાઈ ડેમ નંબર બે ને પાણી છોડી દેવું જોઈએ નહીં. નહિતર રાજુલાના તળ ખૂબ જ ઊંડા વયા જાય છે જેથી સીચાઈ ખાતાએ નંબર 2 નું પાણી નદીમાં છોડી દેશે તે છોડવું ન જોઈએ તેમ દીપુભાઈ ધાખડા એ જણાવ્યું હતું આ પ્રશ્ન પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને ભાજપના આગેવાન એવા રવુભાઇ ખુમા ને જણાવ્યું કે લોકોની પાણીની ફરિયાદ અનેક આવે છે અને શહેરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી જે પ્રાથમિક દ્રષ્ટિએ પાઇપો તૂટી ગઈ છે .મહી નદીનું પાણી ઉપરથી અવારનવાર બંધ થઈ જાય છે હાલ પણ બે દિવસથી બંધ છે , આમ હાલ તો રાજુલામાં પાણીની ભયંકર પરિસ્થિતિ નિર્માણ થઈ છે.સરકાર દ્વારા મંજૂર થયેલ 12 કરોડ તાત્કાલિક ફાળવવામાં આવે. ત્યારે ચીફ ઓફિસર અને વહીવટદાર મામલતદાર સાહેબ તાત્કાલિક ધોરણે પાઇપો તૂટી હોય ત્યાં રીપેરીંગ કરાવે તેમજ જ્યાં ડાયરેક પાઇપ લાઇનો માંથી કનેકશનો લીધી હોય ત્યાં તપાસ કરાવે તેમજ ધાતરવડી ઘુઘરીયાળી થી રાજુલા પાણીના ટાંકા સુધી પાણી કેમ આવતું નથી તે તપાસ કરવા રાજુલા શહેરીજનોની માંગણી છે