સુરત શહેરમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને પાસ-નાપાસ કરતી ૨૮૯ સ્કુલોના પાણીના સેમ્પલ મ્યુનિ.ની લેબમાં નાપાસ થયાં છે. શહેરની ૨૮૯ સ્કુલોમાં વિદ્યાર્થીઓને પીવા લાયક પાણી નહી હોવાનો ઘટસ્ફોટ મ્યુનિ.ના આરોગ્ય વિભાગની કામગીરી દરમિયાન બહાર આવ્યો હતો.
શાળા તંત્ર દ્વારા પાણીની ટાંકીની યોગ્ય સફાઈ થતી નથી. આરોગ્ય વિભાગે જે સ્કુલના પાણીના સેમ્પલ ફેઈલ કર્યા તેમાં મોટી ખાનગી સ્કુલો સાથે સાથે મ્યુનિ.ની સ્કુલનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે છેલ્લા પાંચ દિવસથી સુરત શહેર વિસ્તારમાં આવેલી ૬૫૬ સ્કુલના પાણીના સેમ્પલની ચકાસણી કરી હતી મ્યુનિ.એ તમામ સ્કુલમાં પાણીની ટાંકીની સફાઈ પર ભાર મુક્યો હતો. મ્યુનિ.ની લેબમાં પાણીના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા. જેનો રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠયું હતું.
પાંચ દિવસમાં ૬૫૬ સ્કુલના પાણીના સેમ્પલમાંથી ૨૮૯ સેમ્પલ નાપાસ થયાં હતા. આ સ્કુલોમાં પીવાનું પાણી પીવા લાયક ન હોવાનું બહાર આવ્યું છે. લેબ રિપોર્ટમાં ચોકાવનારો ખુલાસો બહાર આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક જે સ્કુલના સેમ્પલ નાપાસ થયાં છે તે સ્કુલોને નોટીસ આપીને પાણીનો વપરાશ બંધ કરવાની સુચના આપી છે.
પાણીના સેમ્પલ નાપાસ થયાં તેમાં ખાનગી મોટી સ્કુલ સાથે મ્યુનિ. તંત્રની સ્કુલનો પણ સમાવેશ થાય છે. નટોીસ આપવા સાથે મ્યુનિ. તંત્રએ તમામ સ્કુલોને પાણીની ટાંકીની સફાઈ કરવા માટેની તાકીદ કરી છે. નોટીસ બાદ પણ સફાઈ કરવામાં સંચાલકોની આળસ આરોગ્ય વિભાગે શહેરની તમામ સ્કુલોને વેકેશન પહેલાં પાંણીની ટાંકીની સફાઈ કરવા માટે આદેશ આપી દીધો હતો.
છતાં અનેક સ્કુલમાં પાણીની ટાંકીની સફાઈ ન થતાં વિદ્યાર્થીઓને પીવાના પાણીના સેમ્પલ નાપાસ થયાં હતા. વિદ્યાર્થીઓ પાસે તગડી ફી વસુલતી ખાનગી શાળાઓ સાથે કોન્ટ્રાક્ટથી ટાંકી સફાઈ કરાવતી મ્યુનિ. સંચાલિત સ્કુલોમાં આ બેદરકારી બહાર આવી છે. જેથી વિદ્યાર્થીઓના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.