ટેન્કર આવતા જ પાણી લેવા માટે ગ્રામજનોની પડાપડી
ઉનાળો આવે એટલે ગુજરાતભરમાં પાણી માટે સંગ્રામ થાય છે. એક ઘડો પાણી ભરવા માટે અહી પડાપડી કરવી પડે છે.સુરેન્દ્રનગર જિલ્લાની હાલત કફોડી બની છે. અહી પાણી લેવા માટે રીતસરનું લોકોને યુદ્ધ કરવુ પડે છે. ત્યારે ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવતા વરવા દ્રષ્યો સામે આવ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી ગામમાં પીવાના પાણી માટે લોકોને પડાપડી કરવી પડી હતી.
નાની કઠેચી ગામમાં ઉનાળામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતાં લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે. આ માટે ટેન્કર પણ મંગાવવા આવ્યુ હતું, પરંતુ ટેન્કર આવતા જ ગામમાં પાણી માટે પડાપડી થઈ ગઈ હતી. પાણી વેચાતુ લેવા મજબૂર થવું, તેમા પણ એક ઘડા માટે સંગ્રામ થઈ જાય તેવા દ્રષ્યો ગુજરાતમાંથી ક્યારે જશે. લોકો દ્વારા અધિકારીઓ તથા નેતાઓને અનેક રજૂઆતો કરવા આવવા છતા ઉનાળો આમ જ વીતે છે.
ભર ઉનાળે સુરેન્દ્રનગરમાં પાણી માટે વલખાં મારવા પડે છે. કાળઝાળ ગરમીમાં લીંબડીના નાની કઠેચીમાં ટેન્કરરાજ જોવા મળ્યું. ટેન્કરમાંથી પાણી ભરવા માટે લોકોની પડાપડી થઈ. તંત્રએ ટેન્કર ફાળવતા પાણી ભરવા માટે પડાપડી થી. એક બેડાં પાણી માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ગામના લોકો દરરોજ અંદાજે 15 હજારનું પાણી વેચાતુ મંગાવવા મજબૂર બન્યા છે. ગ્રામજનોએ પુરતા ટેન્કર ફાળવવા તંત્ર પાસે માંગ કરી છે.
જાણવા મળ્યું છે કે, વિઠ્ઠલગઢથી ખાસ યોજના હેઠળ નાની કાથેચી ગામમાંથી પાઈપલાઈન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. આ દરમિયાન પાઈપલાઈનમાંથી પાણીની ચોરીના કારણે નાની કાથેચી ગામમાં પીવાનું પાણી પહોંચતું ન હોવાનો આરોપો કેટલાક લોકો કરે છે. આથી નાની કાથેચીના ગ્રામજનોને વેચાતું પાણી લેવું પડે છે. આ અંગે ગ્રામજનો દ્વારા સંબંધિત વ્યવસ્થા માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.
હાલમાં આ ગામની પરિસ્થિતિ વણસે એ પહેલા આરોગ્ય તંત્ર અને આ વિસ્તારના તમામ ગામોની મુલાકાત લઇ અને કૂવાના જ્યાં પાણીનો ઉપયોગ કરવામાં આવે છે તે ઉપયોગ અટકાવી અને ગામમાં ફાળવવામાં આવે તેવી હાલમાં કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા માંગણી કરવામાં આવી છે