ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા વિધાનસભા ગૃહમાં ઉઠાવ્યો પ્રશ્ન
સૌરાષ્ટ્ર નાં દરિયાકાંઠે આવેલા તૌકતે વાવાઝોડાં એ ભારે નુકસાની સર્જી હતી. તેમાં સૌથી વધુ અસર જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ટાપુ પર થઇ હતી. દરિયાની વચ્ચે આવેલા આ ગામમાં આઝાદી નાં સાત દાયકા બાદ વીજળી અને પીવાનું પાણી પહોંચ્યું હતું. પરંતુ તૌકતે વાવાઝોડાં એ દરિયાનાં પેટાળમાં નાંખેલ વીજ કેબલ અને પાણીની પાઈપલાઈન ને ભારે નુક્સાન કર્યું હતું.
પરંતું વાવાઝોડા નાં 4 મહિના બાદ પણ સરકાર આ ગામમાં પાણી અને વીજળી પુરવઠો કાર્યરત ના કરતા લોકો આજે પણ ક્ષારયુક્ત પાણી અને અંધારાં માં દિવસો કાઢી રહ્યા છે ત્યારે રાજુલા નાં યુવા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા વિધાનસભા ગૃહમાં શિયાળબેટ ટાપુ પર પીવાનું પાણી અને વીજળી પુરવઠો ક્યારે સરકાર દ્વારા પહોંચાડવા આવશે તૈ અંગે પ્રશ્નોતરી કરી હતી પરંતુ સરકાર દ્રારા આ ગામને ક્યારે વીજળી અને પાણી પુરવઠો કાર્યરત થશે તેનો ચોક્કસ સમય ના આપ્યો અને હાલ ચોમાસાનાં કારણે કામગીરી કરવી મુશ્કેલ છે તેવો પ્રત્યુતર આપ્યો હતો.. ત્યારે આ ગામને ક્યારે વીજળી અને પાણી પુરવઠો મળશે એ પ્રશ્ન છે..