આ વાત તમને ખબર જ હશે કે આપણા શરીર માટે પાણી કેટલું જરૂરી છે. આ વાત તમે બહુ જ સારી રીતે જાણતા હશો અને તેનાથી થતા ફાયદા પણ તમે જાણતા હશો. કેમ કે તમે જેટલું પાણી પીશો તેટલી તમારા શરીરની અંદર બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધશે. પરંતુ શું તમે એ જાણો છો કે, તમે યોગ્ય રીતે પાણી નહિ પીવો તો તમે ઘણી બીમારીઓને આમંત્રણ આપી રહ્યા છો, તો જાણો કેમ ઉભા ઉભા પાણી ન પીવું જોઈએ.
આયુર્વેદ નિયમ અનુસાર, આપણે ક્યારેય ઉભા ઉભા પાણી ન પીવું જોઈએ. તેના કારણે આપણને ઘણી બીમારીઓ થઇ શકે છે. ચાલો જાણીએ… ઉભા ઉભા પાણી પીવાથી કઈ કઈ બીમારીઓ થઇ શકે છે.
આ વાત આપણે બધા જાણીએ છીએ કે કિડનીનું કામ આપણા શરીરમાંથી પાણીને ફિલ્ટર કરીને પુરા શરીરમાં મોકલવાનું છે. પરંતુ જો તમે ઉભા ઉભા પાણી પીવો છો તો તે પાણી તમારી કીડનીમાંથી યોગ્ય રીતે ફિલ્ટર થઈને શરીરમાં નહિ જાય. જેના કારણે તમને કીડનીની બીમારી થઇ શકે છે અને મૂત્રાશય અને રક્તમાં ગંદકી ધીમે ધીમે જમા થાય છે.
ઉભા ઉભા પાણી પીવાના કારણે પાણી સીધું ખાદ્ય નળીમાંથી પસાર થઈને જલ્દીથી નીચે જતું રહે છે. જેના કારણે પેટની અંદરની દીવાલ અને આસપાસના અંગોને પાણીની તેજ ધારાથી નુકસાન પહોચે છે. દરરોજ આવું થવાથી તમારી પાચન શક્તિ બગડી શકે છે અને હાર્ટની બીમારી પણ થઇ શકે છે.
જયારે આપણે ઉભા ઉભા પાણી પીઈએ છીએ તો તેનાથી જે સૌથી મોટી સમસ્યા ઉત્પન્ન થાય છે તે છે સંધિવાની સમસ્યા. કેમ કે જયારે આપણે ઉભા ઉભા પાણી પીઈએ છીએ તો તે પાણી સાંધામાં હાજર તરલ પદાર્થના સંતુલનને ખરાબ કરી દે છે. જેના કારણે સાંધામાં દર્દની સમસ્યા બની રહે છે.