- આ જ્યુસ પીવાથી તબિયત રહેશે ચકાચક
- ઘરે બનાવો આ ખાસ બીટરૂટનો રસ
- બીટનું જ્યુસ પીવાથી તબિયત રહેશે ચકાચક
- ચમકતી ત્વચાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારશે
બીટ પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દરેક સીઝનમાં ખાસ એવા ફળો અને શાકભાજી આવે છે જે વર્તમાન સમયની શરીરની માંગને પૂરી કરે છે. બીટ શિયાળામાં આવતી એક શાનદાર શાકભાજી છે, જેનું સેવન શરીર માટે આ ઋતુમાં ખૂબ જ જરૂરી છે. આ સીઝનમાં લાલ ચટાકેદાર બીટ જ્યૂસનું ભરપૂર સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે અને બોડી હાઇડ્રેડ રહે છે.
પોષક તત્ત્વોનો ભંડાર
બીટ પોષક તત્ત્વોનો ભંડાર હોય છે અને તેનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે. બીટને મોટાભાગના લોકો સલાડ તરીકે ખાય છે, પરંતુ તેનો જ્યુસ શરીરમાં નવા પ્રાણ ફૂંકી શકે છે. રોજ 1 ગ્લાસ બીટનો જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને ગજબ ફાયદા મળી શકે છે.
એનીમિયા કે લોહીની ઉણપને દૂર કરવામાં મદદગાર
રિપોર્ટ અનુસાર, બીટ આયરન અને ફોલિક એસિડથી ભરપૂર હોય છે, જે એનીમિયા કે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. બીટમાં નાઇટ્રેટ્સ હોય છે જે બ્લડ પ્રેશરને ઓછું કરવા અને હાર્ટ હેલ્થને સુધારવામાં મદદરૂપ હોય છે. બીટનું સેવન કરવાથી યુરિનરી અને કિડનીના ફંક્શનિંગને ઇમ્પ્રુવ કરવામાં મદદ મળી શકે છે.
બીટનો જ્યુસ યુરિનમાં રહેલા ટોક્સિક એલિમેન્ટ્સને બહાર કાઢવામાં મદદ કરે છે. બીટમાં વિટામિન સી, વિટામિન બી6 અને મિનરલ્સ જેમ કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા તમામ મિનરલ્સ હોય છે, જે શરીરને લાભ પહોંચાડે છે.
જો તમે તમારા રેગ્યુલર ડાયટમાં બીટને સામેલ કરો છો તો તમને લોહીની ખામી થશે નહીં. આ સાથે જ બીપી, શુગર હંમેશા ઠીક રહેશે. જણાવી દઇએ કે બીટમાં આયરન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ તમારા શરીરને એનર્જી પ્રદાન કરે છે સાથે જ આ તમને દરેક પ્રકારની બિમારીઓથી દૂર રાખે છે.
બીટ નો જ્યુસ
રેસીપી
- 1/2 બીટ
- 5-6 ફુદીના ના પાન
- 6-7 આદુ ના પીસ
- 2 ચપટી સંચળ પાઉડર
- લીંબુ નો રસ
- 1/2 ગ્લાસ પાણી
બનાવવાની રીત
- સૌ પ્રથમ બીટ ને ધોઈ તેની છાલ કાઢી તેના નાના નાના પીસ કરી લો આદુ ને ધોઈ તેના નાના નાના પીસ કરી એક પ્લેટ મા ભેગા કરી લો
- જયુસર મા બધી સામગ્રી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લો હવે તેમા પાણી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી ગાળી લો
- તૈયાર છે બીટ નો જ્યુસ