સવારે ઉઠતાની સાથે સંતરાના જયુસનું સેવન સ્વાસ્થ્ય બનાવે ‘શુભમ’
સવારે ઉઠતાની સાથે દિનચર્યાની શરૂઆત લોકો ચા-અથવા કોફી પીને જ કરતા હોય છે. પરંતુ આ લોકો એ બાબતથી અજાણ છે કે તેના કારણે શરીરને નુકશાન થાય છે. કારણ કે શરીરને સવારે ઉઠતાની સાથે વ્યાયામ, લીલાશાકભાજીનો રસ અથવા ફળોનો રસની આવશ્યકતોય છે. આ પ્રમાણે દિવસની શરૂઆત કરવામાં આવે તો આખો દિવસ ઉર્જા બની રહે છે. અને તેમાં પણ જયુસ (ફળોનો રસરૂને એક એવું લાભદાયી પીણુ માનવામાં આવે છે. જેનાથી શરીરને તુરંત ઉર્જા પ્રાપ્ત થાય છે. સવારે ઉઠતાની સાથે સંતરાનું જયુસ પીવાથી શરીર હેલ્ધી બને છે. આ જયુસ ઘેર પણ સરળતાથી બનાવી શકાય છે.
બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે
આ પ્રાકૃતિક જયુસમાં નાઈટ્રીક એસિડ અને વિટામીન સી નો સ્ત્રોત છે. જે શરીરમાં રકત સંચારને નિયંત્રિત કરે છે. અને લોહીને પાતળુ રાખે છે.જેથી રકત પરિભ્રમણ સુચારૂ રીતે થઈ શકે.
કેન્સર થવાથી બચાવે
સંતરાના જયુસમાં એવા ઘણા એવા ગુણો મોજુદ છે. જે શરીરમાં કેન્સર કોશિકાઓને એકટીવ થતી અટકાવે છે. સાથે જ કેન્સરથી પીડાતા દર્દી માટે પણ આ જયુસ બીમારીથી લડવાની તાકાત આપે છે.
જન્મદોષને દૂર કરે:
સંતરાનું જયુસ એટલું સ્વાસ્થ્યવર્ધક છે. જેના સેવનથી વિટામીન બી સી અને ફોલેટ પણ શરીરમાં પર્યાપ્ત માત્રામાં જાળવી રાખે છે.
અલ્સર મટાડવામાં મદદરૂપ
સંતરાના જયુસના સેવનથી પેટમાં થયેલું અલ્સર સંપૂર્ણ મટી જાય છે. અને આંતરિક ઘાવ પણ દૂર થાય છે.