ચા પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે, કેમ કે રોજની એક કપ ચા પીવાથી ગ્લુકોમા નામની આંખની ગંભીર સમસ્યા થવાનું જોખમ ઘટે છે. વિશ્વભરમાં દૃષ્ટિહીનતાનું મોટું કારણ ગ્લુકોમા છે.
આંખની નળીઓમાં પ્રવાહીનું પ્રેશર વધી જવાના કારણે ઓપ્ટિક નર્વ પર પ્રેશર આવે છે અને વ્યક્તિને ધૂંધળું દેખાય છે. હાલમાં વિશ્વમાં ૫.૭૫ કરોડ લોકો આ સમસ્યા ધરાવે છે અને ૨૦૨૦ સુધીમાં આ સંખ્યામાં વધારો થઈને ૬.૫૫ કરોડ થાય એવી સંભાવના છે. આ પહેલાંના અભ્યાસમાં નોંધાયું હતું કે કેફીનયુક્ત ચીજોથી આંખની નળીમાં વધતા ઈન્ટ્રાઓક્યુલર પ્રેશર ફરક પડે છે.