દારૂ પીવામાં પંજાબ કરતા ગુજરાતીઓની સંખ્યા વધુ: નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૫-૧૬માં ચોંકાવનારી વિગતો
નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના ડેટા મુજબ પંજાબ કરતા ગુજરાતી સ્ત્રીઓની દારૂ પીવામાં સંખ્યા વધુ છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં લખ્યું છે કે ગુજરાતમાં દા‚બંધી છે છતા પંજાબ કરતા અહી દારૂ વધુ પીવાય છે. રાજયમાં ૧૫ થી ૪૯ વર્ષની ૦.૩% સ્ત્રીઓ દા‚ પીવે છે. જયારે પંજાબમાં આ ટકાવારી માત્ર ૦.૧% છે. રીપોર્ટમાં આગળ લખ્યું છે કે રાજયમાં શહેરી વિસ્તારમાં ૦.૧% અને ગ્રામ્ય વિસ્તારમાં ૦.૪% સ્ત્રીઓ દા‚ પીવે છે. જયારે પંજાબમાં શહેરોમાં ૦.૧% અને ગામડાઓમાં તો સ્ત્રીઓ બિલકુલ દારૂ પીતી નથી. રાજયમાં દા‚ પીતી સ્ત્રીઓમાં ગામડામાં પછાત જાતીમાં દારૂપીવાય છે.
રીપોર્ટ કહે છે કે રાજયમાં ૧૫ થી ૪૯ વર્ષની વયના ૧૧.૧% લોકો દારૂ પીવે છે. જેમાં શહેરોમાં ૧૦.૬% અને ગામડામાં ૧૧.૪% પુરુષો દા‚ પીવે છે. રાજયમાં ૫૬,૦૦૦ લીગલ લીકર પરમીટ અપાય છે. રીપોર્ટમાં એમ પણ લખ્યું છે કે રાજયમાં ૪૦ લાખ દારૂ પીવે છે. દારૂ અંગેનો સર્વે હજુ તાજો જ છે. સત્તાધીશ કહે છે કે, તેમને સર્વે અંગે ખબર નથી તેઓ વધુ આંકડાકીય માહિતી મેળવશે. આમ છતાં આ સર્વે ચોંકાવનારો તો છે જ કેમ કે અગર દારૂ બંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ પીવાય છે. મતલબ કે તેટલા પ્રમાણમાં દા‚ ઠલવાય છે. પંજાબમાં દારૂ બંધી નથી છતાં ત્યાં દારૂ પીતી સ્ત્રીઓની ટકાવારી ઓછી છે. આ સર્વે પરથી તંત્રએ ઉંડા ઉતરીને તપાસ કરવી જોઇએ. નવા પ્રોહિબિશન લોની અસરકારકતા લાગુ કરવી જોઇએ.
નવો પ્રોહિબિશન લો શું કહે છે?
ગુજરાતમાં નવો પ્રોહિબિશન લો છે. જેમાં દા‚ વેચનાર કે ખરીદનારને ૧૦ વર્ષની સજા અને ૫ લાખના દંડની જોગવાઈ છે. રીપોર્ટમાં બતાવેલા આંકડા તાજા છે.
સત્તાધીશો શું કહે છે?
પ્રોહિબિશન એન્ડ એકસાઈઝ ડીપાર્ટમેન્ટના ડાયરેકટર બી.કે.કુમારે જણાવ્યું કે રાજયમાં ૫૬૦૦૦ લીકર પરમીટ આપવામાં આવી છે. જેમાં મોટાભાગે એકસ આર્મીમેન છે. હું નેશનલ ફેમિલી હેલ્થ સર્વેથી અજાણ છું હું આંકડાકીય માહિતી મેળવીશ.
લઠ્ઠાકાંડ યાદ છે?
ગત ઓકટોબર માસમાં રાજયમાં થયેલો લઠ્ઠાકાંડ યાદ છે ? જેમાં ૨૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના માટે જવાબદાર કોણ?