નિયમિત ગરમ પાણીના સેવનથી બ્લડ સરકયુલેશન ઝડપી બને છે
આપણે બધા પાણી પીવાના ખૂબ સારા ફાયદાઓ જાણીએ જ છીએ દરેક વ્યકિતએ વધુમાં વધુ પાણી પીવુ જોઈએ જેના અનેક ફાયદાઓ છે. પરંતુ શુ તમે ગરમ હુંફાળુ પાણી પીવાના ફાયદા જાણો છો? તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા…
હાલ ઉનાળાના ખુબ તડકા પડી રહ્યા છે. અસહ્ય તાપ અને ગરમીમાં લોકોને માત્ર ઠંડુ પાણી જ ચિત શાંત કરે છે અને ઠંડકનો અહેસાસ થાય છે. પરંતુ એકદમ તાપમાથી ઘરે આવી તુરંત જ ફ્રીઝમાંથી કાઢેલુ ઠંડુ પાણી પીવુ શરીર માટે નુકશાનકારક છે. હંમેશા એકદમ તડકામાંથી ઘરે આવ્યા બાદ થોડીવાર પછી જ ઠંડુ પાણી પીવું જોઈએ.
ઠંડુ પાણી કરતા ગરમ પાણી પીવું શરીર માટે વધુ લાભદાયી છે. ગરમ એટલે કે સહેજ હુંફાળુ પાણી શરીરમાના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત પણ અનેક ફાયદા થાય છે. જેમકે જો તમે ત્વચાની બીમારીથી પરેશાન હોય તો ગરમ પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ત્વચા ચમકીલી બની જશે.
સવારે ઉઠીને ખાલી પેટે તેમજ રાત્રે જમ્યા બાદ ગરમ પાણી પીવાથી શરીરમાં ફૂડ પાર્ટીકલ્સ તૂટી જાય છે. અને સરળતાથી મળ બનીને નીકળી જાય છે. એટલે કે કબજીયાત કે પાચન સંબંધી સમસ્યાઓમાંથી મૂકિત મળશે. આ ઉપરાંત ભૂખ વધારવા માટે પણ ગરમ પાણી પીવું જોઈએ.
ભારેતળેલો કે ઘી વાળો ભારે ખોરાક જમાઈ ગયો હોય અને પેટ ભારે થઈ ગયું હોય ત્યારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પાણી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે. નિયમિત ગરમ પાણીના સેવનથી બ્લડ સરકયુલેશન ઝડપી બને છે. જયારે તાવ આવે ત્યારે ગરમ પાણી પીવાથી રાહત મળે છે.
હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે વાયરસનો ચેપ ન લાગે તેની તકેદારી રૂપે આરોગ્ય વિભાગે ગરમ પાણી પીવા સુચવ્યું છે.
મહિલાઓને માસિક દરમ્યાન કે માસિક શરૂ થવાના દિવસો અગાઉ પેટમાં દર્દ થાય છે. ત્યારે ગરમ પાણીમાં ઈલાયચી પાવડર મીકસ કરી પીવાથી ચોકકસ રાહત મળે છે.