તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે, તમારા શરીરમાંથી ઝેર દૂર કરી શકે છે, પાચનમાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો કે, એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તમે ફળ અથવા શાકભાજી ખાવાથી મેળવેલા રસ કરતાં અર્કિત રસ આરોગ્યપ્રદ હોય છે.

 

શું તમારી વ્યસ્ત દિનચર્યા તમને તંદુરસ્ત અને પોષક આહારનું પાલન કરતા અટકાવે છે?

સારું, ચિંતા કરશો નહીં. તમે તમારા રોજિંદા આહારમાં કેટલાક સ્વાસ્થ્યપ્રદ ફળોના રસનો સમાવેશ કરીને સરળતાથી તે પ્રાપ્ત કરી શકો છો. કોઈપણ તંદુરસ્ત ફળોના રસમાં ખનિજો, વિટામિન્સ અને પોષક તત્વો હોય છે. કેટલાક રસમાં કુદરતી ખાંડ પણ હોય છે જે તમારું પેટ ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાનું ટાળી શકે છે. ઉપરાંત, તેઓ એવા લોકો માટે તારણહાર તરીકે કામ કરે છેઅને તમે તમારા ડાયેટ માં પણ લઇ શકો છો જેમને ફળો અથવા શાકભાજી ખાવાનું પસંદ નથી. તેથી, અહીં  સરળ રસ છે જે તમને ફિટ અને સ્વસ્થ રાખશે.

 

કોઈ પણ જ્યુશ શક્ય તેટલા પાતળા કરીને પીવા અને ખૂબજ ધીમે-ધીમે પીવા જોઈએ જેથી વધુ ફાયદો થશે. 

 

fruits juice

 

  • બીટ + ટમેટા :-

બીટ અને ટમેટા ને ધોઈ ને મિક્સરમાં મિક્સ કરી લેવું પછી ગરણાથી ગાળી લેવું. જયારે મિક્સર માં પીસો ત્યારે તેમાં થોડું પાણી નાખવું ત્યારબાદ તેમાં લીંબુ ,સંચળ, મરી પાઉડર વગેરે ઉમેરી શકાય .ગળ્યું પીવાની ઈચ્છા હોયતો ગોળ કે મધ પણ નાખી શકાય.

 

  • પાલખ + બીટ + ટમેટા

પલાખને ડાળખા સહીત જ પીસવી, પાલખ,બીટ,ટમેટા આ ત્રણેય પીસીને તેમાં ખટાશ ,ગળાશ,સંચળ નાખી સ્વાદિષ્ટ જયુશ બનાવી શકાય.

 

  • ફુદીનો + ટમેટા

ફુદીનો, ટમેટા બંને મિક્સ કરી પાણી નાખી મિક્સ કરી લેવાનું ત્યારબાદ પ્લાસ્ટિક ના ગરણાથીગાળી લેવું ત્યારબાદ ત્યારબાદ તેમાં લીંબુ ,સંચળ, મરી પાઉડર વગેરે ઉમેરી પી શકાય .

 

  • દૂધી + ટમેટા

દૂધી, ટમેટા બંને મિક્સ કરી પાણી નાખી તેમાં ખટાશ, ગળાશ સ્વાદ પ્રમાણે નાખી જયુશ બનાવવો. પાતળું કરવા તેમાં પાણી ઉમેરવું.

 

  • તરબૂચ નો જયુશ

તરબુચને પીસીને તેને ગાળી લેવું ત્યારબાદ તેમાં સંચળ તથા તીખાની ભૂકી, પાણી -બરફ નાખી પીવું.

 

  • આમળાં + કોથમીર

આમળાં , કોથમીર બંને મિક્સરમાં પીસી ને સંચળ અને  સિંધાલુણ નાખીને ટેસ્ટી જયુશ પી શકાય .

  • આમળાનું જયુશ

આમળાં સુધારીને તેમાં પાણી, સાકર નાખીને મિક્સરમાં પીસી ને ગાળી લેવું ત્યારબાદ તેમાં સાકાર , સંચળ , સિંધાલુણ, નાખવું

નોંધ : ૨ વ્યક્તિ માટે ૨ આમળાં થી વધારે ન લેવું, ટેસ્ટ માટે આદું પણ ઉમેરી શકો છો .

 

  • દ્રાક્ષનો જયુશ

દ્રાક્ષ ને પીસીને તેને ગાળી લેવું પીસતી વખતેતેમાં પાણી ઉમેરવું ત્યારબાદ સ્વાદ માટે સંચળ નાખી પી શકાય .

 

  • જામફળ નો જયુશ

જામફળ ના ઝીણા ઝીણા કટકા કરી તેમાં પાણી તથા સહકા પીસી નાખવું પછી ગાળીને તેમાં સંચળ નાખી પી શકાય .

 

  • કોબીજનો રસ

કોબીજ નો રસ કાઢી તેમાં સહેજ સંચળ નાખી પી શકાય. કોલાઈટીસ માટે ખુબજ ફાયદા કારક છે

 

  • જામફળ + અનાનસ

બંને મિકસ કરી પાણી તથા સાકર નાખી પીસીને ગાળી લેવું ત્યારબાદ તેમાં સંચળ તથા મરીનો ભૂકો નાખી પી શકાય .

 

  • કરેલા +કાકડી + ટમેટા

બે ટમેટા, બે કરેલા તથા એક જાડી પાણી વાળીઉમેરવું નહિ. અઠવાડિયે એકજ વખત આ જ્યુસ પીવો વારંવારન પીવો.

 

  • ગાજર + બીટ + ટમેટા

ત્રણેય વસ્તુ ભેગી કરવી પછી મિક્સરમાં નાખી તેને પીસી લેવું ગાળી ને તેમાં સ્વાદ પ્રમાણે સંચળ ,લીંબુ , તીખાની પાઉડર વગેરે નાખી શકાય છે.

 

  • કાકડીનું જયુશ

જાડી પાણી વાળી ખીરા કાકડી ના કટકા કરી તેને મિક્સરમાં પીસીને ગાળી લેવું ત્યારબાદ તેમાં સંચળ નાખી જ્યુસ પીવો.

 

  • રજકા નો રસ (ગદબ)

રજકાના કુણા પાન તેમજ ઉપરના કુણા ડોકા સહીત થોડું પાણી નાખી મિક્સરમાં પીસી નાખવા ત્યારબાદ પ્લાસ્ટીકના ગરણાથી તેનો રસ કાઢી તેમાં લીંબુ સંચળ તીખા પાવડર સ્વાદ પ્રમાણે ઉમેરવું અને ઘુટડે ઘુટડે પી શકાય

 

  • આદું + મધ +લીંબુ

આદુને પીસી અથવા ખમણી ને તેનો એક-બે ચમચી જેટલા રસ કાઢી લેવું એક-દોઢ ગ્લાસ પાણી માં નાખી તેમાં મધ તથા લીંબુ નાખી તે પાણી બપોરે પી શકાય

 

  • કોળુ+ દૂધી + ટમેટા નો જયુશ

કોળા તથા દૂધીની છાલ કાઢીને તેના નાના નાના ટુકડા કરી તેમાં ટામેટા ઉમેરી ત્રણેય સાથે પીસી નાખવું . થોડું જરૂરપુરતું પાણી નાખવું ત્યારબાદ ગરણાથી ગાળીને તેમાં સ્વાદ પ્રમાણે મસાલાઓઅને લીંબુ મિક્સ કરી પી શકાય

 

  • શેરડીનો રસ + આદુ + લીંબુ

શેરડીના રસમાં આદુ તથા  લીંબુ  નાખીને પીવો.તેમજ તેમાં ત્રોફા/નારિયેળ પાણીમાં લીંબુ ખાસ નાખવું તેથી સ્વાદિષ્ટ લાગશે અને કફ થશે નહિ. જો લીંબુ નાખ્યા વગર પીવામાં આવે તો બંને રસનો કફ ખુબજ થાય છે.

 

  • ખજુર + દ્રાક્ષ

ખજુર અને દ્રાક્ષ ને મિક્સરમાં ફેરવીને તેમાં થોડું પાણી ભેળવી પીવાથી તમારો થાક ઉતારી જાય છે

 

  • ગાજર + દ્રાક્ષ

એક ગાજર તથા થોડી દ્રાક્ષ નાખી તેમાં થોડું પાણી નાખી બંને ને પીસી પ્લાસ્ટીકના ગરણાથી ગાળી તેમાં સ્વાદ પ્રમાણે ચાટમસાલો નાખવો પછી સ્વાદિષ્ટ જ્યુસ તૈયાર થાય જશે.

 

  • અંજીર નું જ્યુસ

અંજીરને ધોઈ કટકા કરી પાણીમાં પલાળી રાખવા. પલળી ગયા બાદ તેમાં  તજ ,એલચી ,મરી, સુંઠ વગેરે ઉમેરી ક્રશ કરી જ્યુસ બનાવી શકાય . સ્વાદ પ્રમાણે કોઈ પણ વસ્તુ મિક્સ કરવી .

 

  • ગાજર + દાડમ+ અનાનસ

આ ત્રણેય મિક્સ કરી ક્રશ કરી જ્યુસ બનાવી સંચળ કે ચાટ મસાલો નાખી જયુશ બનાવી શકાય.

 

  • કાંટાળા થોર (હાથલા) ના ડોડવાનોજયુશ

લાલ કલરના ડોડવામાંથી કાંટા દૂર કરી ચાર નંગ નાખી થોડું પાણી નાખી મિક્સરમાં પીસી નાખવું. ગરણાથી  ગાળીને થોડો બરફ નાખી ઘૂટડે ઘૂટડે પીવો

આ જયુશ કેન્સર ના દર્દી માટે તેમજ હિમોગ્લોબીન ઓછુ હોય તેના માટે ખુબજ ઉપયોગી છે તેમજ ગળીયું કરવા તેમાં થોડું મધ પણ ઉમેરી શકાય છે

 

નોંધ :

કોઈ પણ જ્યુશ શક્ય તેટલા પાતળા કરીને પીવા ગાળીને અને ખૂબજ ધીમે-ધીમે પીવા જોઈએ જેથી વધુ ફાયદો થશે.

કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા પેહલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.