• ઠંડુ પાણી મેટાબોલિઝ્મને ધીમું કરે : તડકામાંથી આવીને તરત જ ઠંડું પાણી પીવું હૃદયના ધબકારા ઘટાડે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ગળું સુકાઈ જાય છે ત્યારે ઠંડા પાણીથી રાહત મળે છે. ઠંડુ પાણી ગળાને શાંત કરે છે અને શરીરને ઠંડક આપે છે. જો આ પાણી માટલાનું હોય તો સારી વાત છે. પરંતુ મોટાભાગે પાણી માત્ર ઠંડું જ નથી, પણ ખૂબ ઠંડું હોય છે. તદ્દન ઠંડુ. કેટલીકવાર લોકો તેમાં ઘણો બરફ પણ મિક્સ કરી દે છે.આવતાની સાથે જ ફ્રિજમાં ઠંડા પાણીની બોટલો જોવા મળે છે. થોડી પણ તરસ લાગે અને ફ્રિજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢી અને ગળાની તસ છીપાવી લે છે.

Screenshot 6 4 હકીકતમાં ગરમીમાં તપી રહેલા શરીરને રાહત આપે છે. શરીરને કેટલું નુકસાન થઈ રહ્યું છે? આયુર્વેદમાં ઠંડુ પાણી પીવાની મનાઈ કરવામાં આવી છે. આયુર્વેદ મુજબ ઠંડા પાણીથી શરીરમાં અસંતુલન અને વિકૃતિઓ થઈ શકે છે. તે પાચનતંત્રને ધીમું કરી શકે છે. રેફ્રિજરેટરમાં પાણીને આર્ટિફિશિયલ રીતે ઠંડુ કરવામાં આવે છે. કોઈપણ ઋતુમાં તેને પીવું શરીર માટે સારું નથી.

હાર્ટ રેટ ઓછા થઇ શકે

રેફ્રિજરેટરમાંથી ઠંડુ પાણી પીવાથી ધમનીઓના અચાનક સંકોચનને કારણે વિપરીત પરિણામો આવી શકે છે.

જે લોકોને હ્રદયની સમસ્યા હોય તેઓએ ખૂબ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી એરિથમિયા (અનિયમિત હૃદયના ધબકારા) થઈ શકે છે. રક્તવાહિનીઓ સંકોચાઈ જવાથી પણ હાર્ટ એટેક આવી શકે છે.માઈગ્રેનથી પીડિત લોકોએ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.ઠંડુ પાણી પીવાથી મગજના જ્ઞાનતંતુઓમાં સંકોચન થઈ શકે છે. તે બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે. મગજમાં જરૂરી ઓક્સિજનનો અભાવ હોઈ શકે છે. જેના કારણે માથાનો દુખાવો થવાનું જોખમ રહેલું છે. ખાસ કરીને માઈગ્રેનથી પીડિત લોકોએ ઠંડુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

મેટાબોલિઝમ ધીમું થઈ શકે છે

ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝ્મ ક્રિયા ધીમી પડી શકે છે કારણ કે ઠંડા પાણીને સામાન્ય તાપમાને લાવવા માટે શરીરને વધુ ઊર્જા ખર્ચવી પડે છે, જે કેલરી બર્ન કરવાની પ્રક્રિયાને અસર કરે છે. ઉનાળામાં મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે. આ સ્થિતિમાં રેફ્રિજરેટરનું ઠંડુ પાણી પીવાથી અપચો કે પેટ ખરાબ થઈ શકે છે.ઠંડુ પાણી શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે

ઉનાળાની ઋતુમાં સામાન્ય પાણી પીવું બેસ્ટ વિકલ્પ છે. શક્ય હોય ત્યાં સુધી ઠંડા પાણીથી અંતર જાળવવું જોઈએ. જો તમારે ઠંડુ પાણી પીવું હોય તો ખૂબ ઠંડુ પાણી પીવાને બદલે તેમાં થોડું સામાન્ય પાણી મિક્સ કરો અને પાણીનું તાપમાન સામાન્ય કરો.ઠંડુ પાણી જ ત્વરિત તરસ છીપાવે છે. શરીરને હાઇડ્રેટ રાખવાને બદલે તે ડીહાઇડ્રેટ કરે છે. આ જ કારણ છે કે ઠંડુ પાણી પીધા પછી પણ વારંવાર તરસ લાગે છે. ડિહાઇડ્રેશન ટાળવા માટે તમે લીંબુ સાથે સામાન્ય પાણી પી શકો છો. તેનાથી શરીરને રાહત અને ઈલેક્ટ્રોલાઈટ્સ બંને મળશે.

ગળામાં ચેપનું જોખમ

ઠંડુ પાણી પીવાથી ગળામાં મ્યુકસનું જોખમ વધી જાય છે. આનાથી ગળામાં દુખાવો અથવા ચેપ થઈ શકે છે. અવાજમાં ફેરફાર થઈ શકે છે. ક્યારેક શરદી અને ઉધરસ જેવી સમસ્યા પણ થઈ શકે છે.

દાંતની સેન્સેટિવિટી વધી શકેજ્યારે તમે ઠંડા પાણીનો પહેલો ઘૂંટ મારો છો, ત્યારે દાંતમાં અચાનક કળતરની સંવેદના થઈ શકે છે કારણ કે દાંત તાપમાનમાં અચાનક ફેરફાર માટે તૈયાર નથી. આ દાંતની સંવેદનશીલતાનું કારણ બની શકે છે.Screenshot 5 5

શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થતા રક્તવાહિનીઓ સંકોચાઈ છે ડો.અમીષ મહેતા

અબતક સાથેની વાતચીતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સેક્રેટરી ડોક્ટર અમીષ મહેતાએ જણાવ્યું હતું કે આપણે શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી થી વધારે હોય છે   લાંબા સમય સુધી તડકામાં રહીએ છીએ અને પાછા ફર્યા ત્યારે શરીરનો ટેમ્પરેચર વધી ગયું હોય છે.પછી ફ્રીજ ખોલીને સીધું ઠંડુ પાણી પીએ છીએ, તેનાથી શરીરને ઝટકો લાગે છે. શરીરના તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. જેના કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ શકે છે. જેને કારણે બ્રેન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવવાની પણ શક્યતા રહે છે.પેટ ખરાબ થઈ શકે છે અથવા કોઈ અન્ય શારીરિક સમસ્યા થઈ શકે છે.તડકામાંથી આવીને તરત ઠંડુ પાણી પીવું નુકસાનકારક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.