નિરામ રહેવું અને નિર્મળ બનવું: ડો. કેતન ભિમાણી
ચોમાસાની ઋતુમાં હળવો ખોરાક લેવો અને યોગા કરવાથી રોગોથી બચી શકાય: ડો. ભાનુભાઈ મેતા
અબતકનો લોકપ્રિય કાર્યક્રમ ‘આયુર્વેદ’ આજે નહિ તો કયારે?? વૈધસભાના ડો. ભાનુભાઈ મેતા અને ડો. કેતન ભિમાણી દ્વારા નાની-નાની તકલીફોમાં દવા લેવા જવું જોઈએ કે નહિ તે વિશેની વિશેષ માહિતી પ્રસ્તુત કરતો કાર્યક્રમ તાજેતરમાં જ ‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કર્યો છે. જેમાં ચોમાસામાં થતા પાણીજન્ય રોગો તેમજ એસીડીટી વગેરેની માહિતી સભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
પ્રશ્ર્ન: ચોમાસાની ઋતુમાં રોગનું પ્રમાણ કેમ વધે છે?
જવાબ: ખાસ કરીને ચોમાસામાં સૂર્યપ્રકાશ ઓછો મળે અને ભેજયુકત વાતાવરણ રહે તેને કારણે પાચનમાં ફેરફાર થાય તેને કારણે રોગનું પ્રમાણ વધે છે.
પ્રશ્ર્ન: અત્યારે કયા-કયા પ્રકારના રોગના દર્દી આવતા હોય છે?
જવાબ: પેટના રોગ,શરદી, ઉધરસ જેવા રોગ તેમજ, શીળસ, ધાધર વગેરે ખાસ જોવા મળે છે.
પ્રશ્ર્ન: કોઈપણ રોગને ઝડપથી મટાડવાની દોડ છે એ કેટલું યોગ્ય છે?
જવાબ: કોઈપણ બિમારી થાય તેનું કારણ પકડીને આગળ વધવું જોઈએ. નાની-નાની તકલીફમાં મેડીકલમાંથી ડોકટરની સલાહ વગર દવા લેવાથી લાંબી બિમારી આવી શકે છે.
પ્રશ્ર્ન: ચોમાસામાં નવું પાણી આવવાથી ઝાડા-ઉલ્ટીના રોગ વધારે જોવા મળે છે. એ માન્યતા સાચી છે?
જવાબ: ચોમાસામાં નવુ પાણી આવાથી પાણીજન્ય રોગ વધે છે. એ વાત સાચી છે. ચોમાસામાં ઉકાળેલુ પાણી જ પીવું છે.
પ્રશ્ર્ન: ઉકાળેલુ પાણી પીવાનું શું કારણ?
જવાબ: અત્યારે વરસાદનું પાણી ડેમમાં એકઠુ કરવામાં આવે છે. એટલે તેમાં અસંખ્ય નાના-નાના બેકટેરીયા રહેલા છે. જો ઉકાળેલું પાણી હોય તો તેમાં બેકટેરીયા નાશ થાય છે પાણીજન્ય રોગથી બચી શકે છે.
પ્રશ્ર્ન: ચોમાસાની ઋતુમાં એસીડીટી થવાનું પ્રમાણ વધે છે તેનું શું કારણ?
જવાબ: શરીરમાં વધારે પડતો પિત વધે સમયસર ભોજન ના કરવું ભુખ લાગે ત્યારે ન જમવું જે ખોરાક ખાય તેમાં રસ લેવો જોઈએ બરાબર ચાવીને ન ખાવાથી એસીડીટી થાય છે.
પ્રશ્ર્ન: તાવ, શરદીનો ઘરગથ્થુ ઉપાય શું છે?
જવાબ: તાવ માટે પંખો બંધ કરી અને ઓઢીને સુવાથી શરીરમાં પરસેવો વળવાથી શરીરની ગરમી નિકળી જાય છે. શરદી માટે ગરમ પાણી પીવાથી તેમજ હળદર નાંખી કોગળા કરવાથી નાશ લેવાથી ખાસ કરીને અજમા, મીઠું કે રાય ગરમપાણીમા નાખી વરાળ લેવી હર્બલટીનો ઉપયોગ કરવો તેમજ હળવો ખોરાક લેવો, સુદર્શન ચૂર્ણ લેવાથી સંપૂર્ણ આરામ લેવો આટલું કરવાથી તાવ, શરદીમાંથી મુકત રહી શકાય છે.
પ્રશ્ર્ન: ઝાડા-ઉલ્ટીમાં ઘરગથ્થુ ઉપાય કયાં છે?
જવાબ: ઝાડા-ઉલ્ટી બંને સાથે હોય તો ડોકટરની સલાહ લઈને જ દવા લેવી જો ખાલી ઝાડા હોય અને જોખાલી ઉલ્ટી હોય તો તે શરીરની શુધ્ધીકરણની પ્રક્રિયા છે. શરીરમાં ખાધેલો ખોરાક શરીરને અનુકળ આવ્યો નથી એટલે બહાર કાઢવાની પ્રક્રિયા છે. ઓઆરએસ, લીંબુ સરબત, મોળીછાશ, દાડમ, વગેરે લેવું જો વધારે પડતી તકલીફ જણાયતો બહેળાની છાલ, ગુલાબની પાંદડી ચૂંસવી ખાસ કરી ઉપવાસ કરવો.
પ્રશ્ર્ન: એસીડીટીનાં ઘરગથ્થુ ઉપાય શું છે?
જવાબ: ચા,કોફી મસાલા જેવા વ્યસન હોય તો તેને બંધ કરવા આખુ જીરૂ, વરીયાળી ચાવવી, જીરૂ, વળીયાળી સાકરનું સરબત કરીને પીવાથી એસીડીટીથી બચી શકીએ છીએ.