કોરોના વાયરસ સામેનો જંગ જીતવામાં રોગપ્રતિકારક શક્તિ મહત્વનો ભાગ ભજવે છે. જ્યાં સુધી વેકસીન શોધાઈ ના જાય ત્યાં સુધી રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપર ધ્યાન રાખવું જોઈએ. વર્તમાન સમયે ઘણા સ્થળોએ ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા આપવામાં આવે છે. કોઈ વિનામૂલ્યે આપે છે તો કોઈ મોંઘાદાટ વેચે છે. વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય તેવા જ્યુસનું પ્રમાણ પણ વધ્યું છે. આજે આપણે આવા જ્યુસ કેવી રીતે બનાવી શકાય તે અંગે જાણકારી મેળવશું.

ઓરેન્જ જ્યુસ

નારંગી એ વિટામિન સીનો પ્રાકૃતિક સ્રોત છે. દરરોજ નારંગીનો રસ પીવાથી વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળે છે. તમે જાણો છો કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામિન સી ખૂબ ફાયદાકારક છે. દરરોજ સવારે નાસ્તામાં નારંગીનો રસ પીવાથી તમારા શરીરને વિટામિન સી પણ મળશે. આ માત્ર રોગપ્રતિકારક શક્તિને વધારશે નહીં પરંતુ ઘણી બધી સમસ્યાઓથી પણ મુક્તિ આપશે. નારંગીના રસ સિવાય તમે ટમેટાંનો રસ પણ લઈ શકો છો.

બ્રોકલી અને પાલક જ્યુસ

કેળા, બ્રોકલી અને પાલકને વિટામિન સીના ખૂબ સારા સ્રોત માનવામાં આવે છે. લીલી શાકભાજીમાં વિટામિન એ અને સી તેમજ કેલ્શિયમ, કોપર, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષકતત્વો હોય છે. તમે કેળા, બ્રોકોલી અને પાલકને અલગથી મિશ્રણ કરીને અને ત્રણેયને ભેળવીને જ્યુસ પી શકો છો. ઉપરાંત, ઘણા ચેપી રોગોથી બચાવવા માટે રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ આપે છે.

લીંબુ અને આદુનો રસ

લીંબુમાં સૌથી વધુ પ્રમાણમાં વિટામિન સી હોય છે. તેવી જ રીતે આદુમાં એન્ટી ઓક્સાઇડ સહિત ઘણા ગુણધર્મો પણ છે. આ બંને રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ આપવા માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. દિવસમાં એકવાર આ જ્યુસનું સેવન કરવાથી તમને ખૂબ જ ફાયદો થઈ શકે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે બંનેનો ઉપયોગ કરેલી ચા પણ લઈ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.