આ તહેવારની સીઝનમાં શરીરની દેખભાળ રાખવી જરૂરી છે. નહીં તો તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ કમજોર પડી શકે છે. અને તમે બીમાર પણ પડી શકો છો. ત્યારે આ સ્થિતિથી બચવા તમે અમુક હેલ્થી ડ્રિંકનું સેવન કરી શકો છો.
તેમજ તહેવારમાં પરિવાર અને દોસ્તો સાથે ખૂબ સમય પસાર કરવા મળે છે. આ દરમિયાન બહાર ફરવા જવામાં, ભાગ દોડમાં, વધુ સુગર અને ઓઇલી ભોજન તથા બદલાતી ઋતુના કારણે ઇમ્યુનિટી ડાઉન થઈ શકે છે. તેમજ તેના કારણે તમે બીમાર પણ પડી શકો છો.
આથી હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, જો તમારી ઇમ્યુન સિસ્ટમ હેલ્થી હશે, તો તમે બીમાર નહીં પડો. તેમજ તમે એના માટે હેલ્થી ડ્રિંકનું સેવન કરીને ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવી શકો છો. જેમાં આદુ, હળદર, લીંબુ અને મધ જેવી વાસ્તુમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ હોય છે, જે ઇન્ફેક્શન સામે લડવામાં પણ મદદ કરે છે.
ગ્રીન ટી અને હર્બલ ઇન્ફ્યુઝન
ગ્રીન ટી અને હર્બલ ઇન્ફ્યુઝન તેના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો માટે જાણીતા છે. તેમજ એન્ટિઓક્સિડન્ટ્સ શરીરમાં ફ્રી રેડિકલ સામે લડે છે અને ઓક્સિડેટીવ સ્ટ્રેસને ઘટાડે છે. તેમજ ગ્રીન ટી અને કેમોમાઈલ જેવી હર્બલ ટી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જેથી તમારા રોગો સામે લડવાની તમારી ક્ષમતા પણ વધે છે.
પ્રોબાયોટિક ડ્રિંક
કોમ્બુચા અને કેફિર જેવા પ્રોબાયોટિક ડ્રિંકમાં એવા બેક્ટેરિયા હોય છે, જે આપણા પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ સિવાય પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. તેમજ તે શરીરના કોષોને પોષક તત્વો પહોંચાડે છે અને પરસેવા દ્વારા ટોક્સિંસને બહાર કાઢે છે. હર્બલ ટી સાથે નારિયેળ પાણી પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
સુગર ઘટાડો
તહેવારોની સિઝનમાં સ્વીટ ડ્રિંકનું વધુ સેવન કરવામાં આવે છે. પરંતુ વધારે સુગર રોગપ્રતિકારક શક્તિને ઘટાડે છે. આથી ખાંડનું ઓછામાં ઓછું સેવન કરવુ જોઈએ. તેમજ વધુ પડતી ખાંડ પણ બ્લડ સુગર લેવલને ખરાબ કરે છે. આ દરમિયાન તમે દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ લીંબુ પાણીથી કરી શકો છો. તેમજ બપોરે ગ્રીન ટી પી શકો છો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.