ગાંધીનગર પાસેના દેહગામ પાસે એગ્રી ફાર્મમાં ડ્રગ્સ તૈયાર કરી થાઇલેન્ડ મોકલવાનો પ્લાન નિષ્ફળ: ફેકટરી પર પોલીસની મદદથી દરોડો 46 કિલો કેમીકલનો જથ્થો મળ્યો
ડ્રગ્સના દુષણને ડામવા તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર પાસેના દેહગામની એક ફેકટરીમાં તૈયાર કરેલું કેટામાઇન ડ્રગ્સ થાઇલેન્ડ મોકલવા તૈયાર કરેલું પાર્સલ ડીઆઇઆઇની ટીમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો ખાતેથી જપ્ત કર્યુ છે.
ડ્રગ્સ ગાંધીનગરના દેહગામ પાસેના જલુન્દ્રા ગામની ફેકટરીમાં તૈયાર કરી વિદેશ સપ્લાય થતી હોવાનું તપાસમાં બહાર આવતા ડીઆરઆઇની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી જલુન્દ્રાની ફેકટરી પર દરોડો પાડી 46 કિલો સફેદ કેમીકલ કબ્જે કર્યો છે. કેમીકલની મદદથી તૈયાર કરવામાં આવતા ડ્રગ્સનો કારોબાર કેટલા સમયથી ચાલતો અને કોન સંડોવાયુ છે તે અંગેની ડીઆરઆઇ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો પર મંગળવારે રાતના સમયે ડીઆરઆઇના અધિકારીઓએ દરોડા પાડીને અન્ય રાસાયણિક પદાર્થના નામે થાઇલેન્ડ મોકલવામાં આવી રહેલા કેટામાઇન ડ્રગ્સનો રૂપિયા 50 કરોડની કિંમતનો 25 કિલો જથ્થો જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ગાંધીનગરના દહેગામના જલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રીફાર્મા કેમીકલમાંથી તૈયાર થયાનું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ગાંધીનગરના દહેગામના જલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રીફાર્મા કેમીકલમાંથી તૈયાર થયાનું હોવાનું જાણવા મળ્યું છે. જે અંગે ડીઆરઆઇ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ડીઆરઆઇના અધિકારીઓને મંગળવારે રાતના સમયે ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના કાર્ગો પર મોટાપાયે ડ્રગ્સનોે જથ્થો વિદેશમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જેના આધારે ડીઆરઆઇએ રૂપિયા 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઇન જપ્ત કર્યું હતું.આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના દહેગામના જલુન્દ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મે કેમીકલ નામની ફેક્ટરીમાં આ ડ્રગ્સ તૈયાર કરવામાં આવ્યું હતું. જે પછી ફેક્ટરીમાં સ્થાનિક પોલીસની મદદથી તપાસ કરતા 46 કિલો જેટલો સફેદ કેમીકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. જે અંગે ત્રણ લોકોની અટકાયત કરી વધુ પુછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ડીઆરઆઇ દ્વારા છેલ્લાં ત્રણ મહિનામાં છત્રપતિ સંભાજી નગર, ગુજરાતના વાપીમાં દરોડા પાડીને કરોડોનું એમ ડી ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું