રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રાજકોટ સો ૧૨૦-વર્ષ પુરાણી સ્મૃતિરૂપે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે તા કોર્નરની સુરક્ષા સેતુ સોસાયટી રાજકોટ શહેર પોલીસ દ્વારા સપના કરાઈ હતી. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા નીડર અને નેકદિલ પિતા કાળીદાસ મેઘાણીની ૧૮૯૮માં રાજકોટ ખાતે બદલી તાં, ઝવેરચંદ મેઘાણી ૨ થી ૮ વર્ષની ઉંમર સુધી, હાલના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના ક્વાર્ટરના બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. રાજકોટને પોતાની બાલ્યાવસની લીલાભૂમિ તરીકે ઝવેરચંદ મેઘાણી લાગણીભેર ઓળખાવતા.
ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતીનું વર્ષ હાલ ચાલી રહ્યું હોવાથી આનું સવિશેષ મહત્વ છે.
આ તકે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનના સપક પિનાકી નાનકભાઈ મેઘાણી તા તેમના માતા કુસુમબેન મેઘાણી, નાયબ પોલીસ કમિશ્નર (ઝોન-૨) કરણરાજ વાઘેલા, પી.આઈ. પી. બી. સાપરા, પી.એસ.આઈ. એમ. જે. રાઠોડ તા પી. બી. કદાવલા, લોકગાયક નીલેશ પંડ્યા, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી મુનાફભાઈ નાગાણી, આર્કિટેક્ટ ઈલ્યાસભાઈ પાનવાલા, નેશનલ યુ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલિયા, વાલજીભાઈ પિત્રોડા, ભરતભાઈ કોટક (સાહિત્યધારા) સહિત મોટી સંખ્યામાં પોલીસ-પરિવાર ઉપસ્તિ રહ્યાં હતાં.