ભારતીય ચિકિત્સા પરિષદના નવા નિયમો અનુસાર હવે દિવ્યાંગો પણ ડોક્ટર બની શકશે. આ માટે લગભગ બે દશકાથી ચાલી રહેલી લડાઇઓ ચુકાદો આવી ચુક્યો છે જેમાં ૨૧ પ્રકારના દિવ્યાંગોને સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રીમાં પ્રવેશ મેળવવાની મંજુરી આપી દીધી છે. કેન્દ્રિય સામાજીક ન્યાય અને અધિકારિકા મંત્રાલય વિભિન્ન પ્રકારનાં દિવ્યાંગો માટે ખાસ મેડીકલ જોબ નિર્ધારણનો નિયમ બનાવવામાં આવી રહ્યો છે.
આ પહેલા પરિષદે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે ગંભીર‚પથી દિવ્યાંગ વ્યક્તિ આ ડિગ્રી માટે અનુકુળ નથી. ગત ઓગષ્ટ માસમાં થેલેસેમિયા પીડીત વિદ્યાર્થીએ સુપ્રીમ કોર્ટ આ વિદ્યાર્થીને મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે મંજુરી આપી હતી ત્યાર બાદ આ નિયમમાં બદલાવ માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો. ભારતીય ચિકિત્સા પરિષદ દ્વારા જે પ્રકારના દિવ્યાંગો વિદ્યાર્થીઓને ડીગ્રી મેળવવા માટે મંજુરી આપી છે. નેત્રહિન, મુક બધીર, અપંગ, ઓછી ઉંચાઇ, માનસિક ક્ષતિ, મલ્ટીપલ સ્કલેરોસિસ અને વિકારજન્ય લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.