૬૫ દિવ્યાંગ બાળકો સાથે તેના વાલીઓની વિરાપરના ડ્રીમલેન્ડ ફન રિસોર્ટ માં એક્સપોઝર વિઝિટ
મોરબીના વિરપર ખાતે આવેલ ડ્રિમલેન્ડ ફન રિસોર્ટમાં દિવ્યાંગ બાળકો અને વાલીઓ માટે એક્સપોઝર વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દિવસ દરમ્યાન બાળકોને વિવિધ રાઇડ્સમાં બેસાડવામાં આવ્યા હતા.ઉપરાંત બાળકો અને વાલીઓને સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન મારફત આઈ.ઇ.ડી.યુનિટ અંતર્ગત દિવ્યાંગ બાળકોને પગભર કરવાનું,દિવ્યાંગ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું ભગીરથ કાર્ય થાય છે જેમાં દર મંગળવારે બાળકોને બોલાવવામાં આવે છે અને દિવસ દરમ્યાન આ બાળકોને વિવિધ પ્રવૃતિ કરાવવામાં આવે છે જેમાં આજે ડ્રિમલેન્ડ ફન રિસોર્ટ વિરપર ખાતે ૬૫ જેટલા દિવ્યાંગ બાળકો અને ૬૫ જેટલા વાલીઓ માટે એક્સપોઝર વિઝિટ યોજાઈ હતી.
ડ્રીમલેન્ડ ફન રીસોર્ટમાં દિવસ દરમ્યાન બાળકોને વિવિધ રાઇડ્સમાં બેસાડવાનમાં આવ્યા હતા. સાથે સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવ્યું હતું.સામાન્ય રીતે ડ્રિમલેન્ડ ફી પર હેડ રૂપિયા ૧૦૦ છે પણ ડ્રિમલેન્ડના માલિક ત્રિભોવનભાઈ નજનભાઈ બાવરવા,રવિ પ્રેમજીભાઈ બાવરવા એ આ દિવ્યાંગ બાળકો માટે વિનામૂલ્યે પોતાની સપનાની ભૂમિ ડ્રિમલેન્ડ દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા અને અંદર ચાલતા જાદુના ખેલ, રાજસ્થાની નૃત્યની મોજ તમામને કરાવી હતી.
દિવસ દરમ્યાન તમામદિવ્યાંગ બાળકોએ કુદરતે આપેલી અધરૂપને ભૂલીને ખૂબ જ આનંદ માણ્યો હતો,તમામને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એંન.દવે તેમજ પુરોહિત જીલ્લા આઈ.ઇ.ડી. કો.ઓર્ડીનેટર નવીનભાઈ અને આસ્સીટન્ટ ડી.પી.સી પ્રવીણભાઈ ભોરનિયાએ હાજરી આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા બી.આર.પી.આઈ.ઇ.ડી.એ પન્નાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,