બોલીવુડના “ડ્રીમગર્લ “સફળ અભિનેત્રી અને મથુરાના સાંસદ હેમામાલીની હમ તો બાળપણથી જ શાસ્ત્રીય નૃત્યમાં નિપુણ થઈ ગયા હતા .
વડાપ્રધાન સહિત જોનારા “મંત્રમુગ્ધ’બન્યાં
અત્યારે 75 વર્ષમાં જીવન સફર આગળ વધારનાર હેમામાલીની ને જાણે ઉમરનો કોઈ તકાજો જ ન હોય તેમ તાજેતરમાં જ કૃષ્ણ ભક્ત મીરાબાઈની 525 મી જન્મ જયંતી એ મથુરામાં ભરતનાટ્યમ રજુ કરીને હેમામાલીનીએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત હતા 75 વર્ષની ઉંમરે પણ હેમામાલીની કલા પ્રત્યેના લગાવને ભારત નાટ્યમની અદભુત રજૂઆતોથી જોનારા અભિભૂત થયા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ એકી ટસે આ કાર્યક્રમ જોયો હતો, હેમામાલીની બાળપણથી જ નૃત્યમાં પારંગત છે તેમણે તેમની બંને પુત્રીઓને નૃત્ય નું પ્રશિક્ષણ આપ્યું છે મથુરામાં ભારત નાટ્યમ કાર્યક્રમમાં હેમામાલીના પરફોર્મન્સ ની ચોમાસરાના થઈ હતી અને ડ્રીમ ગર્લ જાણે કે આજે પણ કલા માં યુવાન હોય તેમ તેમણે શ્રોતાઓની દાદ મેળવી હતી