ચીનમાં યોજાનારી એક ઇવેન્ટમાં વિશ્વનો સૌ પ્રથમ ફ્લેક્સિબલ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન ફ્લેસ્પાઈડ લોન્ચ કરવામાં આવ્યો છે.કંપનીએઆ ફોનનું પ્રી-વેચાણ શરૂ કરી દીધું છે.આ ફોન એટલો ફ્લેક્સિબલ છે કે તેને 0 થી 180 ડિગ્રી ફેરવીને પણ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય છે.
આ ફોનમાં 7.8 ઇચની ડીસ્પ્લે આપેલ છે. જેમાં 4 ઈચ સુધી અફોનને ફોલ્ડ કરી શકાય છે.આ સ્માર્ટફોનમાં 855 સ્નેપડ્રેગન પ્રોસેસર આપેલ છે. ફ્લેક્સિબલ ડિસ્પ્લે બનવનાર કંપનીએ કહ્યું કે આ સ્માર્ટફોનમાં 2 કેમેરા સેટઅપ છે આ ફોનમાં સેલ્ફી માટે 16MP પ્રાઇમરી અને 20MP સેકન્ડરી કેમેરો આપેલ છે જ્યારે ફોન અનફોલ્ડ કર્યા પછી એજ કેમેરાને રિયર કેમેરાની જેમજ ઉપયોગ કરી શકાય છે.
6GB રેમ+128GB રોમ ની કિમત લગભગ 94000 અને 8GBરેમ+256GBરોમ વેરિયન્તની કિમત લગભગ 1.38લાખ થાય છે. આફોનનું વેચાણ ડિસેમ્બર 2018ના અંતમાં શરૂ થશે આ ફોનની મર્યાદા એ છે કે તેમાં યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં આવેલ છે.તથા સ્માર્ટ ફોનમાં 3.5MM હેડફોન જેક આપવામાં આવેલ નથી