ખેતરમાં ઉભા પાકના રક્ષણ માટે ખેડુતોદ્વારા માનવ જેવી લાગતી એક પ્રતિકૃતિ ખેતરમાં રાખવામાં આવે છે જેના ચાડીયા તરીકે ઓળખવામાંઆવે છે. ચાડીયાની હાજરીને કારણે ખેતરોમાં પશુ-પક્ષીઓઉભા પાકને નુકસાની કરતા હોતા નથી.
સામાન્ય રીતે ચોમાસામાં જયારેમેઘરાજાની મહેર થઈ હોય અને ખેતરોમાં લીલોતરી લહેરાઈ રહી હોય ત્યારે ચાડીયાની આવશ્યકતારહે છે પરંતુ ઉકત તસવીરમાં બંજર ખેતરમાં ચાડીયો જ પોતાના અસ્તિત્વની ચાડી ખાઈ રહ્યોહોય તેવું લાગી રહ્યું છે. દુષ્કાળના ડાકલા વચ્ચે પાકના રક્ષણ માટે ઉભો કરાયેલો ચાડીયો જ માંદો પડી ગયો છે.