24થી 28 જુલાઈની બદલે હવે પ્રક્રિયા 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે
લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 05/09/2023 થી 09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. હાલ ચૂંટણીલક્ષી વહીવટી કામગીરી ચાલુ હોય મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ માટે થનાર ડ્રો અને હરરાજીની તારીખમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે અનુસાર હવે કેટેગરી-બી રમકડાના 178 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 14 સ્ટોલ તા. 26/7/2023 બુધવારના 11:00 કલાકે, કેટેગરી-જે મધ્યમ ચકરડીના 4 પ્લોટ, કે-1 કેટેગરીની નાની ચકરડીના 28 પ્લોટ, કે-2 કેટેગરીની નાની ચકરડીના 20 પ્લોટનો ડ્રો તા. 26/7/2023 બુધવાર સવારે 11:30 કલાકે રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત તા.9/8/2023 બુધવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના પાંચ પ્લોટ માટે સવારે 11:00 કલાકે અને બી1/કોર્નર ખાણીપીણીના 32 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે તથા કેટેગરી-ઈ, એફ, જી-1,જી-2 અને એચ યાંત્રિકના પ્લોટની હરરાજી તા. 10/08/2023 ગુરૂવારના સવારે 11:30 કલાકે અને તા. 11/08/2023 શુક્રવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા કેટેગરી વાય- ફુડકોર્ટ 3, ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે તેમ અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર રાજકોટ (શહેર-1)ની યાદી દ્વારા જણાવવામાં આવે છે.