૩૦મીએ યાંત્રિક રાઈડ્સ માટેના પ્લોટની, ૩૧મીએ આઈસ્ક્રીમના ચોકઠા માટેના ૧૬ પ્લોટની હરરાજી કરાશે: માસાંતે મેળાના સ્ટોલ-પ્લોટની ફાળવણીનું કામ પૂર્ણ થઈ જશે
આવતીકાલે લોકમેળાના ૨૪૪ સ્ટોલ અને પ્લોટ માટે ડ્રો તેમજ ૩૪ પ્લોટ માટે હરરાજી યોજાવાની છે. ત્યારબાદ ૩૦મીએ યાંત્રિક રાઈડ્સ માટે પ્લોટની હરરાજી અને ૩૧મીએ આઈસ્ક્રીમના ચોકઠા માટેના ૧૬ પ્લોટની હરરાજી કરાશે. આમ માસાંતે મેળલાના સ્ટોલ અને પ્લોટની ફાળવણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવનાર છે.
રેસકોર્સ ખાતે તા.૨૨ થી ૨૬ ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ મલ્હાર લોકમેળો યોજાવાનો છે. જન્માષ્ટમી નિમિત્તે યોજાનાર આ લોકમેળામાં કુલ ૩૭૮ પ્લોટ અને સ્ટોલ હશે. જેના માટે ૧૫૩૫ જેટલા ફોર્મ ભરાયા છે. આ ફોર્મના આધારે હવે ડ્રો અને હરરાજીની કાર્યવાહી આવતીકાલથી લોકમેળા અમલીકરણ સમીતી દ્વારા નાયબ કલેકટર કચેરી, પ્રાંત શહેર-૧, જૂની કલેકટર કચેરી, કમ્પાઉન્ડ ખાતે શરૂ કરવામાં આવનાર છે. જેમાં આવતીકાલે કેટેગરી-બીમાં આવતા રમકડાના ૧૭૮ સ્ટોલ અને કેટેગરી-સીમાં આવતા ખાણીપીણીના ૧૪ સ્ટોલ માટે સવારે ૧૧ કલાકે ડ્રો, કેટેગરીમાં જેમાં આવતા મધ્યમ ચકરડીના ૪ પ્લોટ અને કેટેગરીમાં કે-૧માં આવતા નાની ચકરડીના ૨૮ પ્લોટ માટે ૧૧:૩૦ કલાકે ડ્રો. ત્યારબાદ કેટેગરી કે-૨માં આવતી નાની ચકરડીના ૨૦ પ્લોટ માટે ૧૨ કલાકે ડ્રો યોજાનાર છે. ત્યારબાદ બપોરે ૩ કલાકે કેટેગરી એ ના ખાણીપીણી માટેના બે મોટા પ્લોટની હરરાજી, બપોરે ૪ કલાકે બી-૧ કોર્નર-રમકડા માટેના ૩૨ પ્લોટની હરરાજી કરાશે. તા.૩૦ના રોજ સવારે ૧૧:૩૦ કલાક થી કેટેગરી-ઈના ૬ પ્લોટ, કેટેગરી-એફના ચાર પ્લોટ, કેટેગરી-જીના ૨૫ પ્લોટ, કેટેગરી-એચના ૯ પ્લોટની હરરાજી કરાશે. ત્યારબાદ તા.૩૧ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે આઈસ્ક્રીમના ચોકઠા માટેના કેટેગરી-એકસના ૧૬ પ્લાટની હરરાજી કરવામાં આવનાર છે.