મેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને રાઇડ્સ અનેરૂ આકર્ષણ જગાડશે: સરકારી સંસ્થાઓ માટે 26 સ્ટોલ રહેશે
તા.17 થી 21 ઓગસ્ટ સુધી રેસકોર્સ મેદાનમાં યોજાનાર ભવ્ય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને રાઇડ્સ અનેરું આકર્ષણ જગાડશે. આવતીકાલથી 30 જુલાઈ દરમ્યાન 364 સ્ટોલ માટે કુલ 1916 અરજીઓનો ડ્રો તેમજ હરરાજી શરૂ કરવામાં આવશે.કરવામાં આવશે.
સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે.
તા. 27 જુલાઈ ના રોજ રમકડાં(બી), ખાણીપીણી(સી) તેમજ હાથથી ચાલતી ચકરડી (જે,કે1 તથા કે2) સ્ટોલની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે. અન્ય પ્રકારના સ્ટોલ માટે તા. 28,29,30 જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. વિવિધ સ્ટોલ તેમજ રાઇડસ્ માટે આ વર્ષે 364 સ્ટોલ 1916 અરજીઓ આવેલ છે.
આ લોકમેળામાં રમકડાના 210 સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના 14 સ્ટોલ તેમજ મોટા 2 સ્ટોલ તથા આઈસ્ક્રીમના 16 સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ 44 સ્ટોલ, ચકરડીઓ માટે 52 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે 26 સ્ટોલ રહેશે. તેમ નાયબ મામલતદાર એચ.ડી.દુલેરાની યાદીમાં જણાવાયુ છે.
જન્માષ્ટમી લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાનો કાલે છેલ્લો દિવસ
રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.17 ઓગસ્ટ,2022થી યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક લોકો દ્વારા જ આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને ઇજન આપવામાં આવ્યું છે. જેને લોકોએ વધાવી મોટી સંખ્યામાં વિવિધ નામો સૂચવવામાં આવ્યા છે.
મેળાને આકર્ષક શીર્ષક આપવાની છેલ્લી તારીખ તા.- 27/07/2022 સુધી હોઈ હવે માત્ર એક દિવસ બાકી રહ્યો હોઈ ઇચ્છુક સ્પર્ધક વહેલી તકે એન્ટ્રી મોકલી આપે તેમ સમિતિ દ્વારા જણાવાયું છે. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામું અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે.
સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જ્યારે ઇ-મેઇલ આઇ.ડી. ભજ્ઞહહયભજ્ઞિંતિબફિક્ષભવલળફશહ.ભજ્ઞળ ઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.