‘મલ્હાર’ લોકમેળાના ૨૫૮ સ્ટોલ-પ્લોટ માટે આજે ડ્રો અને હરરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી શહેર-૧ પ્રાંત કચેરીમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો.ઓમપ્રકાશ અને શહેર-૧ પ્રાંત અધિકારી ચૌહાણની અધ્યક્ષતામાં ડ્રો અને હરરાજી કરવામાં આવી હતી. વિવિધ ૨૪૪ સ્ટોલ-પ્લોટ માટે ડ્રો કરાયો હતો. જ્યારે ૩૪ પ્લોટ માટે હરરાજી કરવામાં આવી હતી. આજરોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. હવે ૩૦મીએ યાંત્રિક રાઈડ્સ માટેના પ્લોટની તેમજ ૩૧મીએ આઈસ્ક્રીમના ચોકઠા માટેના પ્લોટની હરરાજી કરવામાં આવનાર છે
‘મલ્હાર’ લોકમેળાના ૨૫૮ સ્ટોલ-પ્લોટ માટે ડ્રો અને હરરાજી
Previous Articleરાજકોટવાસીઓ ઓનલાઇન શોપીંગ કરતા પહેલા ૧૦૦ વાર વિચારજો
Next Article માયા પેલેસ હોટલનાં ભાડુઆતની તરફેણમાં હુકમ