આપણને મળી ગયો ભવિષ્યનો ‘ધ વોલ’
મોરના ઈંડાને ચીતરવા ન પડે. રાહુલ દ્રવિડના પુત્ર સમિતે મેચ વિનિંગ સદી ફટકારી છે.
સમિત દ્રવિડે અંડર ૧૪માં શાળા લેવલની મેચમાં ૧૫૦ રન કર્યા હતા. તે બીટીઆર કપ અંડર ૧૪ ટુર્નામેન્ટ રમવા એલિજિબલ થઈ ગયો છે.ટૂંકમાં સમિત દ્રવિડ પિતા રાહુલના નકશેકદમ પર ચાલી રહ્યો છે. સમિતની સદીની બદૌલત તેની ટીમે જંગી જુમલો તો ખડકયો જ હતો. સાથોસાથ હરીફ ટીમને જંગી લીડથી હાર આપી હતી. સમિતને મેદાન પર રમતા જોયો તેમને તેમાં રાહુલ દ્રવિડના જ દર્શન થાય છે.
જાણે રાહુલની રેપ્લિકા રમી રહી હોય તેની બેટિંગ સ્ટાઈલ પિતા જેવી જ છે. આથી તેને ‘મિનિ વોલ’ કહેવો પડે. આટલુ ઓછુ હોયતેમ તે ૨૦૧૫માં અંડર-૧૨માં બેસ્ટ બેટસમેન જાહેર થયો હતો. સ્વાભાવિક રીતે જ ડેડી દ્રવિડ બેટા સમિતને બેટિંગ ટિપ્સ આપતા હશે, પ્રેકટીસ પણ કરાવતા હશે. આમ છતાં તેના સ્કૂલ લેવલના કોચ તેને કોચિંગ આપે છે. તો ભાવિ ‘ધ વોલ’ ટીમ ઈન્ડીયાને મળી ગયો છે.