ધ્રાગધ્રા શહેરમા એક તરફ કાયદો અને વ્યવસ્થા સુધારા તરફ છે ત્યા બીજી તરફ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો થવાની ઘટના વારંવાર બને છે. હાલમા જ ધ્રાગધ્રા સીટીના પીઆઇ એન.કે.વ્યાસ પર એક મુશ્લીમ યુવાને પોતાને માર મારી તેની કિડની ફેઇલ કરી દીધી હોવાનો આક્ષેપ કયોઁ હતો જેની સાહિ હજુ માંડ સુકાઇ નથી ત્યાતો ફરી ધ્રાગધ્રા શહેર પોલીસના બે નવનિયુક્ત સતત ચચાઁમા રહેતા કોન્સ્ટેબલો પર એક વિધવા મહિલા દ્વારા છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે.
આ મહિલા દ્વારા લેખીતમા સીટી પોલીસને ફરીયાદ આપતા જણાવાયુ હતુ કે ગત તારીખ ૨ સપ્ટેમ્બરના રોજ આ વિધવા મહિલા કેમીકલ કંપની પાછળ પોતાના મૃતપતિને દફન કરેલ કબ્ર પાસે ફુલ ચડાવવા ગયા તે સમયે ધ્રાગધ્રા સીટીના બે કોન્સ્ટેબલ નરેશભાઇ ભોજીયા તથા નરેશભાઇ મેર આ અવાવરુ જગ્યા પર વિધવા મહિલાને ઉભી રાખી બિભત્સ માંગ કરી હતી.
જોકે આ બાદ વિધવા મહિલા દ્વારા સીટી પોલીસને આ બંન્ને પોલીસકમીઁ વિરુધ્ધ લેખીત ફરીયાદ કરવા રજુવાત કરી હતી. આ બાદ અગાઉ જાગૃત મહિલાની પણ આ બંન્ને પોલીસકમીઁઓ દ્વારા છેડતીનો પ્રયાસ કયોઁ હતો જે બાદ આજે ફરી આ ઘટના બનતા ધ્રાગધ્રાની કેટલીક જાગૃત મહિલાઓ આ બંન્ને પોલીસકમીઁ પર ફરીયાદ કરવા ડીવાયએસપી મનોજ શમાઁને રજુવાત કરી હતી. ત્યારે હાલ તો આ જાગૃત મહિલા દ્વારા આ બંન્ને પોલીસકમીઁને જાહેરમા લાવવા બજારના વચ્ચોવચ બંન્ને પોલીસકમીઁ વિરુધ્ધ બોડઁ મુકી છેડતીના ગંભીર આક્ષેપ કયાઁ છે.