ભારતના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન શરૂ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રપતિ પદની ચુંટણી માટે મતદાન કર્યું

રાષ્ટ્રપતિ પદ માટે એનડીએના દ્રૌપદી મૂર્મૂ અને યુપીએના યશવંતસિંહા વચ્ચે ટક્કર: નવા રાષ્ટ્રપતિ 25મી જૂલાઈએ લેશે શપથ

વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્ર ભારતમાં આજે 15માં રાષ્ટ્રપતિ માટે ચૂંટણી યોજાઈ રહી છે. ધારાસભ્યો અને સંસદ સભ્યો સવારથી મતદાન કરી રહ્યા છે એનડીએનાં ઉમેદવાર દ્રોપદી મુર્મુની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે. દેશનું સર્વોચ્ચ પદ ખરેખર જ્ઞાતિ-જાતિના વાડામાંથી મૂકત હોવું જોઈએ. પરંતુ ભારતની એ કમનસીબી છે કે વધુ મતદારો ધરાવતા સમાજને રાજી રાખવા માટે તે સમાજમાંથી આવતા નેતાને સર્વોચ્ચ પદે બેસાડવામાં આવે છે.દેશને લોકપ્રિય રાષ્ટ્રપતિ આપવામાં વધુ એકવાર રાજકીય પક્ષો નિષ્ફળ ગયા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધારાસભ્યો અને સાંસદો જ મતદાન કરી શકતા હોય છે.આજે અલગ અલગ રાજયનાં ધારાસભ્યો અને લોકસભા-રાજયસભાના સાંસદ સહિત આશરે 4800 મતો પડશે. અલગ અલગ રાજયોનાં ધારાસભ્યોના મતની વેલ્યુ અલગઅલગ હોય છે

cm 1

કુલ 10,86,431 મતો પડશે. દ્રોપદ્રી મુર્મુ પાસે જનતાદશ, વાયએસઆર કોંગ્રેસ, બસપા, એડીએમકે, ટીપીડી, જનતાદળ (એસ), શિરોમણી અકાલીદલ સહિતના પ્રાદેશીક પક્ષોનું સમર્થન હોય મુર્મુને 6.67 લાખ મતો મળે તેવી સંભાવના છે. તેઓનીજીત મતદાન સાથે જ નિશ્ર્ચિત થઈ ગઈ છે. માત્ર ઔપચારિકતા બાકી રહી છે. મતદાન ગુપ્ત બેલેટથી થઈ રહ્યું છે. કોઈપણ રાજકીય પક્ષ પોતાના સાંસદ અને ધારાસભ્યને વ્હીપ આપી શકશે નહી. સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન ચાલશે.દરમિયાન 21મી જુલાઈએ મતગણતરી હાથ ધરવામાં આવશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મૂદત આગામી 23મી જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. દેશના 15માં રાષ્ટ્રપતિ 25મી જુલાઈના રોજ શપથ ગ્રહણ કરશે.

જે ચૂંટણીમાં સામાન્ય મતદાર મતદાન કરતો હોય ત્યાં જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે વાત વ્યાજબી છે.પરંતુ દેશના સર્વોચ્ચ પદ માટે પણ જ્ઞાતિ-જાતિના વાડાઓની સીમામાં રહી ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે તદન ખોટું છે. દ્રોપદી મુર્મુની આદિવાસી સમાજના કદાવર નેતા તરીકે ઓળખાણ આપવામાં આવી રહી છે. શા માટે દેશના ભાવિ રાષ્ટ્રપતિને જ્ઞાતિ-જાતિના સંકજામાં જકડી દેવામાં આવ્યા છે. એક શકિતશાળી મહિલા નેતા તેવી ઉપમાં આપવામા આવે તો લોકશાની પણ ગરીમા વધી શકે તેમ છે. રાષ્ટ્રપતિ તરીકે દ્રોપદી મુર્મુ વિજેતા બની જશે. પરંતુ ભારત જેવા લોકશાહી રાષ્ટ્રમા જો સર્વોચ્ચ પદ માટે પણ સર્વ સંમતી ન થતી તે મોટી કમનશીબી છે.

 

માત્ર રાષ્ટ્રપતિ જ નહી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ એનડીએ અને યુપીએ દ્વારા જાતિ-જ્ઞાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.લાયકાત કરતા જ્ઞાતિના આધારે કરાતી ઉમેદવારોની પસંદગી ખરેખર દેશની રાજનીતિ માટે જોખમી છે. દેશને અગાઉ 14 રાષ્ટ્રપતિ મળ્યા છે.જે પૈકી એક માત્ર નિલમ સંજીવ રેડી જ સર્વ સ્વિકૃત અર્થાંત બિન હરીફ ચૂંટાયા હતા.

વિશ્ર્વ આખાની નજર હવે ભારત પર સતત મંડાયેલી રહે છે. ત્યારે દેશના રાજકીય પક્ષોઅ હવે જ્ઞાતી-જાતિના વાડામાંથી બહાર નિકળી ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ જો લાયકાત ધરાવતા વ્યકિતને સર્વોચ્ચ સ્થાન મળે તો તેની આવડતની કદર થાય અને દેશને પણ તેની લાયકાતથી ભરપૂર લાભ મળે.

ઓબીસીના ધનખડ એનડીએના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર: કિશ્ર્ચન આલ્વાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા

માત્ર રાષ્ટ્રપતિ પદ જ નહીં ઉપ રાષ્ટ્રપતિ પદ માટે પણ રાજકીય પક્ષોએ જ્ઞાતિ-જાતિનું ગણિત બેસાડ્યું છે. ભાજપે પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ઓબીસી સમાજમાંથી આવે છે અને બહુ મોટા ગજાના નેતા છે. સામાપક્ષે યુપીએ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા માગોરેટ આલ્વાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા છે. જે કિશ્ર્ચન સમાજમાંથી આવે છે. તમામ રાજકીય પક્ષો માત્ર જ્ઞાતિ-જાતિની ગણતરી કરીને ચહેરા નક્કી કરતો રહેશો તો ખરેખર લાયકાત ધરાવતા લોકોને ક્યારેય તેની શક્તિ મુજબનું સ્થાન મળશે નહીં. 6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદની ચુંટણી યોજાવાની છે. તેમા પણ એનડીએના ઉમેદવાર જગદીપ ધનખડની જીત નિશ્ર્ચિત મનાય રહી છે.

નિલમ સંજીવ રેડ્ડી એક માત્ર બિનહરિફ ચૂંટાયેલા રાષ્ટ્રપતિ

ભારતના 1પમાં રાષ્ટ્રપતિની આજે ચૂંટણી થઇ રહીછે. દેશના અગાઉના 14 રાષ્ટ્રપતિ પૈકી એક માત્ર નિલમ સંજીવ રેડ્ડી એક માત્ર એવા રાષ્ટ્રપતિ છે જે બિન હરિફ ચૂંટાયા હતા બાકીના તમામ રાષ્ટ્રપતિ હરિફને મ્હાત આપી દેશના સર્વોચ્ચ પદ પહોચ્યા હતા જો કે હમેશા રાષ્ટ્રપતિની ચૂંટણી હમેશા એકતરફી જ રહીછે જે પક્ષ પાસે સૌથી વધુ સાંસદ અને ધારાસભ્યનું સંખ્યાબળ હોય તે પક્ષ દ્વારા જે વ્યકિતને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવે છે તે વિજેતા બને છે. આ વખતે રાષ્ટ્રપતિ પદનો જંગ દ્રોપદી મુર્મુ અને જશવંત સિંન્હા વચ્ચે છે રાષ્ટ્રપતિ ખરેખર બિનહરીફ ચૂંટાવા જોઇએ  પરંતુ ભારતની એ કમનસીબી રહીછે કે વિપક્ષની હાર નીશ્ર્ચીત હોવા છતાં ઉમેદવારને મેદાનમાં ઉતારે છે જેના કારણે સર્વોચ્ચ પદ બિન હરિફ થતું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.