વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતનાની ઉપસ્થિતિ
એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મૂએ નામાંકન દાખલ કરી દીધુ છે, દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી દીધી છે. આ પહેલા દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી, અને આ દરમિયાન પીએમ મોદી દ્રૌપદી મુર્મૂના પ્રસ્તાવક બન્યા હતા.
રાષ્ટ્રપતિ ચૂંટણી માટે દ્રૌપદી મુર્મૂએ સંસદ ભવનમાં રાજ્યસભાના સેક્રેટરી જનરલની ઓફિસમાં નામાંકન ભર્યુ, આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના બીજેપી શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી તેમની સાથે હાજર રહ્યાં હતા.
મંગળવારે 21 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં બીજેપી મુખ્યાલયમાં થયેલી પાર્ટી સંસદીય દળની બેઠક બાદ દ્રૌપદી મુર્મૂના નામનુ એલાન કરવામાં આવ્યુ હતુ. અધ્યક્ષ જેપી નડ્ડાએ બતાવ્યુ હતુ કે બેઠકમાં 20 નામો પર વિચાર વિમર્શ કર્યા બાદ બધાના એકમતથી પૂર્વી ભારતમાંથી આવનારી આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂને એનડીએ તરફથી રાષ્ટ્પતિ ઉમેદવાર બનાવવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો.