• લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલી બને તે પૂર્વે
  • રાજકોટના એસીપી ભાર્ગવ પંડયા, વિશાલ રબારી, ગ્રામ્યના એચ.એસ. રત્નુ, એસીબીના વી.કે. પંડયા અને સીઆઇડી ક્રાઇમના આર.એસ. પટેલની બદલી
  • રાજકોટ સિટીમાં રાધીકા બાટાઇ, ગ્રામ્યમાં એસ.એસ. રધુવંશી, રાજકોટ જેલના નાયબ અધિક્ષક તરીકે એ.પી. જાડેજા અને સી.આઇ.ડી. ક્રાઇમના એચ.બી. વોરાની નિમણુંક

લોકસભાની ચુંટણી જાહેરાત થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ  બજાવતા અધિકારી અને કર્મચારીઓની બદલીના ચૂંટણી પંચે આપેલા આદેશને પગલે રાજ્યના ગૃહ  વિભાગ દ્વારા મોડી સાંજે ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 65 ડીવાયએસપીઓની સામુહિક -બદલીના હુકમો કરવામાં આવ્યા છે.  જ્યારે નવનિયુકત   આઈપીએસઓને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં પાંચ  આઇ પી એસ અધિકારીઓને હવે નિમણુંક આપવામાં આવી છે.વધુ વિગત મુજબ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા  મોડી સાંજે ડીવાયએસપી અને એસીપી કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે

જેમાં રાજકોટ શહેરના એસીપી ભાર્ગવ પંડયાના સ્થાને વડોદરાથી રાધીકાબેન ભારાઈ, અમદાવાદ એસીપી તરીકે ફરજ બજાવતા એ.પી.જાડેજાને રાજકોટ મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક, જુનાગઢ ટ્રેનીંગ સેન્ટરના ભગીરથસિંહ ગોહીલને ચીખલી, અમરેલી ડીવાયએસપી તરીકે ચીરાગ દેશાઈ, સુરત જી.યુ.વી.એન.એલ.માં સી.એમ.જાડે જા, મહુવાના ડીવાયએસપી જે.એચ. સરવૈયાને સ્થાને રાજકોટ ડીવાયએસપી એચ.એસ.રત્નું તેમના સ્થાને  એસ.એસ.રઘુવંશી, રાજકોટ સીઆઈડી કાઈમના ડીવાયએસપી,આર.એસ.પટેલના સ્થાને અમરેલી ડીવાયએસપી એચ.બી.વોરા, રાજકોટ એસીબી એકમના નિયામક વી.કે.પંડયા જામનગર, રાજકોટ રેલ્વેના વિભાગીયા પોલીસ અધિકારી જે.કે.ઝાલાને જુનાગઢ એસી.એસ.ટી.સેલમાં તેમના સ્થાને ઈશ્વરભાઈ પરમાર, દેવભૂમિ દ્વારકા એસ.સી. એસ.ટી. સેલના એસ.એચ.સારડાને વાંકાનેર ડીવાયએસપી, રાજકોટ સાયબર ક્રાઈમના વી.એમ.રબારીને લીંબડી ડીવાયએસપી, એમ.એફ.ચૌધરીને ઉના ડીવાયએસપી, સુરેન્દ્રનગર ડીવાયએસપી એચ.પી.દોશીને જુનાગઢ ટ્રેનિંગ સેન્ટરમાં તેમના સ્થાને વી.બી.જાડેજા નિમણુંક આપવામાં આવી છે.

પાંચ આઇ.પી.એસ. પોસ્ટીંગ માટે વેઇટીંગ

ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ષ 2020 બેચના નીચે મુજબના આઈ.પી.એસ. અધિકારીઓને હાલ નિમણૂંક માટે પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવે છે.જેમાં બીશાખા જૈન, રાઘવ જૈન, જીતેન્દ્ર અગ્રવાલ, નિતિ ઠાકુર અને સિધ્ધાર્થ કોરુકોડાને હવે નિમણુંક આપવામાં આવશે.

આઠ તાલીમાર્થી આઇ.પી.એસ. ને નિમણુંક

ગુજરાત કેડરના વર્ષ 2021ની બેચના  આઈ.પી.એસ. અધિકારીઓની ફેઝ-2ની તાલીમ  પૂર્ણ થતાં રાજય પોલીસ દળમાં હાજર થયેલ  આઈપીએસ અધિકારીઓને  પોસ્ટીંગ આપવામાં આવ્યા છે. જેમાં એએસપી  તરીકે વલય વૈદ્યને સાવરકુંડલા, અંશૂલ જૈનને મહુવા,લોકેશ યાદવ રાજપીપળા, ગૌરવ અગ્રવાલ બોડેલી, સંજયકુમાર કેશવાલા મોડાસા, વિવેક ભેડા સંતરામપુર, સાહીત્યા વી.ને પોરબંદર, સુબોધ માનકરને દીયોદર ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.