- અલગ અલગ બે ઓર્ડરમાં 43 હથિયારી અને 551 બિન હથિયારી ફોજદારોની બદલી
લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પોલીસબેડામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા રાજ્યના 232 પીઆઈ અને 594 પીએસઆઈની બદલીનો ઓર્ડર ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ બેડામાં બદલીની મોસમ ખીલી છે. રાજ્યના 232 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરમાંથી પાંચ પીઆઈની બદલી કરવામાં આવી છે જયારે ચાર પીઆઈની રાજકોટ ખાતે નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ ગ્રામ્યના ત્રણ પીઆઈની બદલી સામે નવા ચાર પીઆઈને નિમણુંક આપવામાં આવી છે. ઉપરાંત મોરબી એસીબી પીઆઈ એચ એમ રાણાજી પશ્ચિમ રેલવે જયારે એસએમસી જેવી મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા સુખવિંદરસિંહ ગડ્ડુની વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત હાલ કરાઈ ટ્રેનિંગ
એકેડમીમાં ફરજ બજાવતા અને અગાઉ રાજકોટ રૂરલ એલસીબી પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા એમ. એન. રાણાની ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.
રાજ્યના 43 હથિયારી અને 551 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે. રાજકોટ શહેર-જિલ્લાના કુલ 34 પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં શહેરના 29 પીએસઆઈ અને ગ્રામ્યના 4 પીએસઆઈનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર-જિલ્લામાં બદલી પામીને આવનાર પીએસઆઈની જો વાત કરવામાં આવે તો કુલ 41ની રાજકોટ શહેર-જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમાં 14 પીએસઆઈ ગ્રામ્યમાં અને 27 શહેરમાં નિમણુંક પામીને આવ્યા છે. અગાઉ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચૂકેલા વી જે જાડેજાની સુરત શહેરથી બદલી કરી રાજકોટ ગ્રામ્યમાં મુકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ રાજદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની પણ રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એન. ડી. ડામોરની સુરત શહેર જયારે પીએસઆઈ કે.ડી. પટેલની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. શહેરના કુલ 29 પીએસઆઈની બદલીનો ઓર્ડર ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના એન. બી. ડોડીયા અને થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી એમ રાઠવાની પણ અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેર-ગ્રામ્યના આઠ પી.આઇ. બદલાયા
સિટીમાં એસ.એમ.જાડેજા, જે.એમ. કૈલા, આઇ.વી. રબારી, ગ્રામ્યમાં આર.એમ. રાઠોડ, એફ.એ. પારગીની નિમણુંક
ગાંધીધામના એસ.એમ. ગડુને વલસાડ અને કરાઇના એમ.એન. રાણાને ગીર સોમનાથ ખાતે ટ્રાન્સફર
લોકસભાની ચુંટણીને ગણતરીના મહિના બાકી છે. ત્યારે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીને બદલવા ચુંટણી પંચે આપેલી સુચનાને પગલે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે મોડી રાત્રે પી.એસ.આઇ. અને પી.આઇ.ના બદલીના હુકમો કર્યા છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 46 થી વધુ પોલીસ ઇન્સ્પેકટરોની ટ્રાન્સફર કરવામાં આવી છે.
જયારે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા એલ.એલ.ચાવડા ને એમ.બી. નકુમને અમદાવાદ, એન.એચ.મોરને એ.સી.બી. જે.ડી. ઝાલાને અમદાવાદ અને કે.જે. રાણાને વડોદરા શહેર ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ અમરેલીના જે.એમ. કૈલા, સુરેન્દ્રનગરના એસ.એમ.જાડેજા, સુરતના જી.એ.પટેલ અને એ.સી.બી.ના આઇ.વી. રબારીની રાજકોટ શહેરમાં નિમણુંક આપવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્યના એ.બી.ગોહિલને જુનાગઢ, ઉપલેટાના કે.કે. જાડેજાને સી.આઇ.ડી. ક્રાઇમ અને રાજકોટ રેન્જના એમ.સી. વાળાને ભરુચ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે પી.ટી.સી. જુનાગઢના એ.ડી. પરમારને પાટણના આર.જે. ગોધરા પશ્ર્ચિર રેલવેના એફ.એ. પારગી, એ.સી.બી.ના આર.એમ. રાઠોડને રાજકોટ ગ્રામ્યમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.જયારે ભાવનરના વી.એ. દેસાઇ સુરત, ગીરસોમનાથના વી.એ. ચારણ વડોદરા, ભાવનગરના પી.બી. જાદવ આણંદ, ભાવનગર રેન્જના બી.એસ.જાડેજા અમદાવાદ સુરેન્દ્રનગરના યુ.એલ. વાઘેલાને પંચમહાલ, અમરેલીના કે.સી. પાટગી સુરત, ગાંધીધામના સી.ટી. દેસાઇ અમદાવાદ, સુરેન્દ્રનગર વી.પી. ચૌહાણને આણંદ, બોટાદના ટી.એસ.રીઝવીને કરાઇ, જામનગરના પી.એલ. વાઘેલા મહેસાણા, મોરબીના વી.એમ. લગારીયા જામનગર, અમરેલીના ટી.એસ. પટેલને એ.સી.બી. ગાંધીધામના એસ.એન. ગડુને વલસાડ, ગીર સોમનાથના એસ.એમ. ઇસરાણી, ભાવનગર વિભાગ ભાવનગરના ડી.ડી. ઝાલા અમદાવાદ અને કરાઇ ખાતે ફરજ બજાવતા એસ.એમ. રાણાને બહાર કાઢી ગીર સોમનાથ ખાતે બદલી કરવામાં આવી છે.
રાજકોટ શહેર-જિલ્લામાંથી 34 પીએસઆઈની બદલી સામે 41નો ઉમેરો
રાજકોટ શહેર-જિલ્લામાંથી કુલ 34 પીએસઆઈની બદલી અન્ય જિલ્લામાં કરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા એન. ડી. ડામોરની સુરત, ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ કે. ડી પટેલની અમદાવાદ, પેરોલ ફર્લો બ્રાન્ચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ભાવનાબેન કડછાની સીઆઈડી ક્રાઇમ, તાલુકા પોલીસ સ્ટેશનના પી પી ચાવડાની મહેસાણા, તાલુકા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ હેમાલીબા ગોહિલની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાંથી કુલ 29 જયારે ગ્રામ્યમાંથી 5 જેટલાં પીએસઆઈની બદલી કરવામાં આવી છે. જયારે બીજી બાજુ ગ્રામ્ય ખાતે 14 અને શહેરમાં નવા 27 પીએસઆઈને નિમણુંક આપવામાં આવી છે.
આઈપીએસ અધિકારીઓની બદલીનું પણ કાઉન્ટ ડાઉન
હાલ જે રીતે રાજ્યના 594 પીએસઆઈ અને 232 પીઆઈની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ હવે ઉચ્ચ અધિકારીઓની બદલીના ઓર્ડર તરફ ધ્યાન કેન્દ્રિત થયું છે. છેલ્લા 15 દિવસથી આઈપીએસ અધિકારીઓના બદલીની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે ટૂંક સમયમાં જ આ ઓર્ડર પણ જાહેર કરી દેવામાં આવે તેવી શક્યતા છે. જો કે, એક અહેવાલ અનુસાર ઉચ્ચ અધિકારીઓની બદલીનું કોકડું ગૂંચવાઈ જતાં વિલંબ થઇ રહ્યાની પણ લોકમુખે ચર્ચા છે.
એસઓજી, પીસીબી, આજીડેમ સહિતના પીઆઈની બદલી
રાજકોટ શહેરની અતિ મહત્વની બ્રાન્ચ ગણાતી એસઓજી પીઆઈ જે ડી ઝાલાની અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત પીસીબી પીઆઈ એમ. બી. નકુમ અને આજીડેમ પીઆઈ એલ એલ ચાવડાની પણ અમદાવાદ શહેર ખાતે બદલી કરવામાં આવી છે. ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એન. એચ. મોર, કે. જે. રાણા સહિતના પીઆઈની બદલીઓ કરવામાં આવી છે. જયારે રાજકોટ રેન્જના પીઆઈ એમ.પી. વાળાની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે.