રાજકોટ રૂરલના પીઆઇ એમ.એન.રાણાની પૂર્વ કચ્છ, સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ વલસાડ ખાતે ટ્રાન્સફર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ગૃહ વિભાગ દ્વારા પોલીસબેડામાં બદલીનો ગંજીપો ચીપી એક સાથે ૧૦૦ જેટલા પોલીસ ઇન્સ્પેકટરની સામુહિક બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં ચાર વર્ષ જેટલો સમય થયો હોય તેવા તમામ પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે.

રાજકોટ રૂરલ એસસીબી, એસઓજી અને ઉપલેટા ખાતે પસંશનીય ફરજ બજાવનાર પી.આઇ. એમ.એન.રાણાને રાજકોટ રૂરલમાં ચાર વર્ષ જેટલો સમય થતા તેઓને પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી છે.  રાજકોટ રૂરલમાં પી.એસ. આઇ.માંથી બઢતી સાથે પી.આઇ. બન્યા બાદ એમ. એન. રાણાએ એલ.સી.બી.માં ચરસ, ગાંજો અને દારૂનો મોટો જથ્થો પકડવા ઉપરાંત આનડીટેકટ મડ૪ર, જેતપુરની બાળકી પર થયેલા બળાત્કારના આરોપીને તાત્કાલિક ધરપકડ કરવા ઉપરાંત મોટી સંખ્યામાં ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી રૂરલ પોલીસમાં પસંશનીય ફરજ બજાવી ઉચ્ચ અધિકારીઓની ગુડ બુકમાં રહ્યા બાદ તાજેતરમાં જ તેઓની ઉપલેટા પી.આઇ. ખાતે બદલી થઇ હતી. પી.આઇ. એમ.એન.રાણા આ પહેલાં પશ્ર્ચિમ કચ્છમાં પી.એસ.આઇ. તરીકે પસંશનીય ફરજ બજાવી હોવાથી તેમઓ રાજકોટ રૂરલ અને કચ્છમાં સારી લોક ચાહના ધરાવે છે.

જસદણના પી.આઇ. વી.એચ. જોષીને સીઆઇડી ક્રાઇમમાં અને સુરેન્દ્રનગર એલસીબી પી.આઇ. ડી. એમ. ઢોલ પણ ઘણા લાંબા સમયથી સુરેન્દ્રનગરમાં હોવાથી તેઓની વલસાડ ખાતે બદલી કરવામાં આવી છે. ભાવનગરના એ.ડી. સીસોદીયા પોરબંદર, અમદાવાદના કે.સી. રાઠવાને અમરેલી, બી.ડી.ગમારને પોરબંદર, જે.આર. પટેલને પોરબંદર, જે.એન.ચાવડાને ગીર સોમનાથ, ડી.વી.વ ાલાણીને બોટાદ, સીઆઇડી ક્રાઇમના એમ.આર. ગોઢાણીયાને મોરબી, જૂનાગઢ પી. ટી. સી.ના પી.આઇ.વી.એલ.પટેલને મોરબી, વલસાડથી જે.કે.ડાંગરને દેવભૂમિ દ્વારકા બદલી કરાઇ છે.

અમદાવાદ શહેરના બી.એસ .રબારી, સી. યુ.પરેવા, સુરતના ડી.કે.પટેલ, અમદાવાદ ગ્રામ્યના જોરાવરસિંહ ગંભીરસિંહ ઝાલા અને ભરૂચના એચ.એસ. રાઠોડને એસીબીમાં નિમણુંક આપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે પી.આઇ.ની બદલી બાદ ટૂંક સમયમાં પી.એસ.આઇ.ની પણ બદલીના ઓર્ડર થવાના નિર્દેશ મળી રહ્યા છે. લાંબા સમયથી એક જગ્યા પર રહેલા પોલીસ અધિકારીની બદલી થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.