ડ્રેનેજની ૧૧૦૦ એમ.એમ.ડાયાની જીઆરપી પાઈપલાઈન તુટતા રૂષીકેશ પાર્ક, રામપાર્ક, નાથદ્વારા સોસાયટીમાં વગર વરસાદે પાણી પાણી: તાત્કાલીક રિપેરિંગ કામ હાથ ધરાયું
શહેરના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં આજે સવારે પોપટપરા પમ્પીંગ સ્ટેશની માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી ૧૧૦૦ એમએમ ડાયાની જીઆરપી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. ડ્રેનેજના ગંધાતા પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. તાબડતોબ પમ્પીંગ સ્ટેશન ખાતે પમ્પીંગ બંધ કરાવી યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજ સાંજ સુધીમાં કામ પૂર્ણ થાય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ શહેરના ડ્રેનેજના પાણી પોપટપરા પમ્પીંગ સ્ટેશન ખાતે એકત્ર થાય છે. જ્યાંથી આ પાણીને પાઈપ લાઈન દ્વારા માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ડ્રેનેજના પાણી પહોંચાડવામાં આવે છે. આજે સવારે રેલનગર વિસ્તારમાં રૂષીકેશ પાર્ક સોસાયટી નજીક મેઈન રોડ પર ૧૧૦૦ એમએમ ડાયાની જીઆરપી પાઈપ લાઈનના જોઈન્ટમાં લીકેજ સર્જાવાના કારણે સમગ્ર વિસ્તારમાં વગર વરસાદે પાણી પાણી જેવી સ્થિત સર્જાવા પામી હતી. રૂષીકેશ પાર્ક, રામ પાર્ક, નાથદ્વારા સોસાયટી સહિતના વિસ્તારોમાં જાણે વરસાદના પાણી ભરાયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ડ્રેનેજના ગંધાતા પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.
આ અંગે લત્તાવાસીઓએ વોર્ડના કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીને ટેલીફોનિક ફરિયાદ કરતા બન્ને નગર સેવકોએ તાત્કાલીક અસરી વોર્ડ ઈજનેરી લઈ સીટી ઈજનેર સુધીના અધિકારીઓને સ્ળ પર દોડાવ્યા હતા. કોર્પોરેશનના ઈજનેરી સુત્રોના જણાવ્યાનુસાર આ પાઈપ લાઈન ૧૨ વર્ષ જુની છે. જોઈન્ટ નજીક લીકેજ સર્જાવાના કારણે પાઈપ લાઈનમાં ભંગાણ યાનું પ્રામિક અનુમાન છે. તાત્કાલીક અસરી પોપટપરા પમ્પીંગ સ્ટેશની પમ્પીંગ બંધ કરી દેવામાં આવ્યું છે અને ડ્રેનેજના પાણી હાલ પોપટપરા વોકળામાં છોડવામાં આવી રહ્યાં છે. પાઈપ લાઈન ભરી હોવાના કારણે વિસ્તારમાં ફરી વળ્યા છે., સકસન મશીન, સુપર સકર મશીન અને પંપ વડે તાત્કાલીક ધોરણે રીપેરીંગ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે. આજે આ ઘટનાની જાણ થતા નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સીટી એન્જીનિયર એચ.યુ. દોઢિયા વગેરે સ્થળ પર દોડી ગયા હતા અને હાથ ધરવાની કામગીરી તુર્ત જ શરૂ કરાવી દીધી હતી. સાથોસાથ આવશ્યક સફાઈ કામગીરી પણ અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
આ પાઈપલાઈન જોઇન્ટમાંથી લીકેજ થયાની શક્યતા છે. હાલ ડીવોટરીંગ કરી પાણી ખાલી કરવામાં આવી રહેલ છે, અને સાંજ સુધીમાં રીપેરીંગ પણ થઇ જશે. હાલમાં આ પાઈપલાઈન ઉપરાંત ૧૦૦૦ મીની ડાયાની ડી.આઈ. પાઈપલાઈન પોપટપરા પમ્પીંગ સ્ટેશનથી સુએજ ટ્રીટમેન્ટ સુધી નાખવાની કામગીરી ચાલે છે જે અંદાજીત છ માસમાં પૂર્ણ થશે. જેથી હયાત લાઈન ઉપર લોડ ઘટશે. ઉપરોક્ત વિસ્તારમાં પાણી ફેલાયેલ હોવાથી સફાઈની કામગીરી ચાલી રહી છે અને વહેલીતકે પૂર્ણ થઇ જશે.
અધિકારીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ડ્રેનેજની પાઈપ લાઈન લીકેજ થયા બાદ જે સોસાયટીમાં ડ્રેનેજના પાણી ભરાયા છે તેમાં મેઈન હોલ ખાલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. સકશન મશીન દ્વારા પાણીનો નિકાલ કરાયા બાદ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે અને રોગચાળો ન ફાટી નીકળે તે માટે તાત્કાલીક અસરી દવાનો છંટકાવ પણ કરાશે.