ચીન સેટેલાઈટ કોન્સ્યેલેશન પ્રોગ્રામ હેઠળ ત્રણ સેટેલાઈટ કરશે લોન્ચ
દક્ષિર ચીન સમુદ્રને લઈ લગભગ દેશો વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. અને ચીન,ફીલીપાઈન્સ, વીયેતનામ, મલેશિયા, બુરેની તેમજ તાઈપાન જેવા દેશો, આ દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો દાવો ફેંકી રહ્યા છે. તો હવે, ચીને (ડ્રેગને) અહી બાજ નજર રાખવા એક નવી રણનીતિ ઘડી કાઢી છે. જેમાં ચીન રીમોટ સેટેલાઈટ લોન્ચ કરશે અને દક્ષીણ ચીન સમુદ્ર પરની ગતિવિધીઓ પર કડી નજર રાખશે.
ધી સાન્યા ઈન્સ્ટીટયુટ ઓફ રીમોટ સેન્સીંગે કહ્યું કે, દક્ષિણ ચીન સમુદ્રમાં કડી નજર રાખવા ચીન આવતા વર્ષે ત્રણ ઓપ્ટીકલ સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં બે હાઈપર સ્પેકટ્રલ અને એક સીન્થેટીક એપેરટર રડાર સેટેલાઈટનો સમાવેશ છે. આ સેટેલાઈટ કોન્સ્યેલેશન પ્રોગ્રામ વર્ષ ૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. થી સાન્સ ઈન્સ્ટીયુટ ઓફ રીમોર્ટ સેન્સીંગના ડાયરેકટર યાંગ તીયાન્લીંગે કહ્યું કે, સમુદ્રમાં પૂર્વ અને દક્ષિણ કવાટર વચ્ચે ૩૦ ડીગ્રી એરિયામાં બાજનજર રખાશે. યાંગે વધુમાં જણાવતા કહ્યું હતુ કે, આ સમગ્ર પ્રોગ્રામને સાઈન્ટિફીક સ્વ‚પ અપાયું છે. અને આ પ્રોગ્રામ દક્ષિણ ચીન સમુદ્રમાં થતી ગતિવિધીઓ પર નિરીક્ષણ રાખવા અને પલેપલની ખબર મેળવવા ખૂબ મદદ‚પ થશે.
દક્ષિણ ચીન સમુદ્ર પર ચીન દાવો કરી રહ્યું છે તો ફીલીપાઈન્સ, વીયેતનામ, મલેશિયા સહિતના દેશો પર પોતાની માલિકીનો દાવો કરી રહ્યા છે. ચીને કહ્યું છે કે, હાલ દક્ષિણ ચીન સમુદ્ર પર પરિસ્થિતિઓ સામાન્ય બની ગઈ છે. દક્ષિણ ચીન સમુદ્ર ઉપરાંત પૂર્વ ચીન સમુદ્ર પર પણ પોતાનું નિયંત્રણ હોવાનું અલગ અલગ દેશો કહી રહ્યા છે. ચીને સેટેલાઈટ લોન્ચ કરવાનું નકકી કર્યું છે.
તો આ અગાઉ અમેરિકાએ આ દક્ષિણ ચીન સમુદ્રમાં નેવલ શીપ અને લડાકુ વિમાનો ઉતર્યા હતા.